પરિવાર સાથે ફરવા જતા પહેલા જાણી લેજો આ નિયમ નહિતર પડી શકે છે ખોટો ધક્કો

નૈનીતાલમાં પ્રવાસીઓની વધતી જતી સંખ્યા ના કારણે પોલીસે ટ્રાફિક નો નવો પ્લાન જાહેર કર્યો છે. જાહેર કરાયેલા નવા પ્લાન અનુસાર પ્રવાસીઓના વાહનો પર ત્રણ પ્રકારના સ્ટીકર લગાવવામાં આવશે. ટુ વ્હીલર વાહનો હવે ઋષિ બેંડ અને નારાયણનગરમાં રોકવામાં આવશે અને ત્યાંથી પ્રવાસીઓને શટલ વાહનોમાં જ નૈનીતાલ જઈ શકશે.

SP ક્રાઇમ અને પરિવહન અધિકારી દેવેન્દ્ર એ જણાવ્યું કે, ઘણા પ્રવાસીઓ નૈનીતાલ ની હોટલો માં એડવાન્સ બુકિંગ કરી ચૂક્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, શનિવાર અને રવિવારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોવા મળે તેવી શક્યતા છે જેના કારણે શુક્રવારથી ચોર ગલીયા, કાલાઢુંગી,લાલકુઆ, કાઠગોદામ અને રામનગર પોલીસને બેરિયર ચેકિંગ માટે ની સુચના આપવામાં આવી છે.

પરિવહન અને કાયદા વ્યવસ્થાની મજબૂત કરવા માટે જિલ્લા પોલીસ દ્વારા મલ્લિતાલ અને તલ્લિતાલ પોલીસ સ્ટેશનમાં 5 એસ પી અને 40 કોન્સ્ટેબલને ગોઠવવામાં આવ્યા છે. નેગેટિવ રિપોર્ટ ના આપવા પર 266 પ્રવાસીઓને પરત મોકલવામાં આવ્યા છે. SSP પ્રીતિ પ્રિયદર્શના ના આદેશ પર જિલ્લાની સીમા પર થી પ્રવેશ કરનાર 586 વાહનોની પોલીસ કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી તેમાંથી કોવિડ 19 ટેસ્ટ, રેપિડ ટેસ્ટ ન કરવા વાળા 266 પ્રવાસીઓના 82 વાહનોને સીમા પરથી પરત મોકલવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *