રાજાશાહીની જેમ લગ્ન કરવા મંગાવ્યો હાથી, અચાનક હાથી ગુસ્સે થતા બની એવી ઘટના કે…

રાજાશાહીની જેમ લગ્ન માટે મંગાવ્યો હાથી પરંતુ હાથી અચાનક ગુસ્સે થઈ ગયો, જેના કારણે ભાગદોડ મચી ગઈ. ખૂબ જ પ્રયત્નો કર્યા પછી, મહાવતે હાથીને શાંત પાડ્યો અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવી. પ્રયાગરાજના વન અધિકારીઓ લગ્ન માટે ભાડે રાખેલા એક હાથીના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. સમારોહમાં જોરદાર મ્યુઝિક વગાડ્યું અને ફટાકડા ફોડ્યા પછી ભાડેથી રાખેલ હાથી ગુસ્સે થઈ ગયો. તે ગુસ્સમાં આવીને વાહનોને નુકસાન પહોંચાડ્યું અને પંડાલો તોડી નાખ્યા.

આ ઘટના શુક્રવારે મોડી રાત્રે પ્રયાગરાજના સરાય ઇનાયત પોલીસ સ્ટેશન હેઠળ આવેલા અલ્માપુર ગામની છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હોવા છતાં હાથીએ સંપત્તિને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું. સરાય ઇનાયત પોલીસ મથકના એસએચઓ રાકેશ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના એક લગ્ન દરમિયાન થયા હતા જ્યારે વરરાજા અને તેના મહેમાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા.

હાથી અચાનક ગુસ્સે થઈ ગયો, જેના કારણે ભાગદોડ મચી ગઈ. ખૂબ જ પ્રયત્નો કર્યા પછી મહાવતે હાથીને શાંત પાડ્યો અને પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી હતી. એસએચઓએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે ફોરેસ્ટ રેન્જર અશોક કુમારને જાણ કરવામાં આવી છે અને તેમને આ અંગે યોગ્ય પગલા લેવા જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *