દારુ પી ને પત્ની બની ચામુંડા: પતિને બચાવવા પોલીસ પહોચી તો પોલીસને ઉભા રોડે દોડાવ્યા

ઉત્તરપ્રદેશ: લલિતપુર જિલ્લામાંથી એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ દારૂ પીને હોબાળો મચાવી રહેલા પતિને બચાવવા માટે પોલીસથી લડી પડી હતી અને તેમની જ લાકડી લઈને પોલીસકર્મીને મારવા પાછળ દોડી ગઈ હતી.

નિર્ભય મહિલાનો નિર્દય દેખાવ જોઇને પોલીસકર્મીઓ પણ ડરી ગયા હતા અને ત્યાંથી ભાગવામાં ભલાઈ સમજી હતી. મહિલાના ક્રોધનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે, તેણે હાથમાં લાકડી લઈને પોલીસકર્મીઓને લગભગ 1 કિલોમીટર સુધી દોડાવ્યા હતા. ત્યારબાદ એક પેટ્રોલ પંપમાં છુપાઈને પોલીસકર્મીઓએ પોતાનો જીવ બચાવ્યો હતો. આ આખી ઘટના સદર કોતવાલી હેઠળ પટસેમરા ગામમાં બની છે, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પટસેમરા ગામમાં એક યુવક દારૂ પીને હોબાળો કરી રહ્યો હતો. ત્યારબાદ એક વ્યક્તિએ ડાયલ 112 પર પોલીસને ફરિયાદ કરી હતી. જયારે ટીમ સ્થળ પર પહોંચીને યુવકને પકડવા લાગી ત્યારે તેની પત્નીએ પોલીસને પર હુમલો કરવા લાગી હતી, અને ત્યારબાદ તેનો દંડો છીનવીને પોલીસવાળાને આખા ગામમાં દોડાવિયા હતા. હાલમાં સદર કોતવાલી પોલીસે પતિ અને પત્ની બંને વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *