સવારે સવારે ઉઠવાનું મન તો નથી થતું તોપણ ઉઠવું પડે છે.ઉંઘ પૂરી ન થવાના કારણે દિવસભર સૃષ્ટિ મહેસૂસ થયા કરે છે. જો આ સમસ્યા તમને પણ છે તો એક્સરસાઇઝ તમારી ખૂબ જ મદદ કરશે.એક્સરસાઇઝ કરવા માટે તમામ દરરોજ ફક્ત દસ મિનિટનો સમય કાઢવાનો છે. તેના પછી તમે આખો દિવસ સુધી એક્ટિવ રહેશો અને તમારી એનર્જી પણ બરકરાર રહેશે.
સ્ટ્રેચિંગ : સૌથી પહેલા પોતાના બંને પગની વચ્ચે થોડું અંતર રાખવા બીલકુલ સીધા ઊભા રહી જાવ. હવે પોતાના હાથને ઉપરની તરફ જેટલુ વધારે ઉઠાવી શકો તેટલું ઉઠાવો તેની સાથે જ પોતાની એડીઓ પણ ઉઠાવો. 10 સેકન્ડ રોકાણા પછી ફરીથી પહેલી વાળી પોઝીશન માં આવી જાઓ. ત્યારબાદ પોતાના હાથને ડાબી જમણી તરફ ફેલાવો અને પછી વિપરીત દિશામાં લઈ જાવ અને કમરને સ્ટ્રેચ કરો. તેના પછી હાથની બીજી વખત ઉપરની તરફ ઉઠાવીને નીચે ઝૂકતા હોય તે રીતે પગની આંગળી ને અડો.
પાવર પુશપ્સ : સ્ટ્રેચિંગ કર્યા પછી તમારી બોડી માટે એક્સરસાઈઝ કરવા તૈયાર થઈ જાવ. હવે તમારે તરત જ પુશપ્સ કરવાના છે. તેનાથી તમને છાતી, ખંભાઓ અને પગને ફાયદો મળશે. આ કરવા માટે જમીન ઉપર પેટના બળે સૂઈ જાવ અને પોતાની હથેળીઓને જમીન ઉપર એવી રીતે રાખો કે તમારા છાતીની સામે આવે. હવે તમારા હાથની શક્તિ ના સહારે તમારે પુરા શરીરને ઉપર ઉઠાવવાનો અને પછી પહેલી વાળી પોઝીશન માં આવી જાવ. તેનાથી તમારી બાજુમાં જોર પડશે.
સુમો સ્કવેટ : સુમો સ્કવેટ કરવા માટે તમારે કમરની નીચે ના હિસ્સા ની સારી એક્સરસાઇઝ થઈ જશે. તેને કરવા માટે સૌથી પહેલા પોતાના પગની વચ્ચે થોડી જગ્યા બનાવી ને સીધા ઊભા રહી જાવ. હવે તમારા બંને હાથોને પોતાના માથાની પાછળ લઈ જઈને લોક કરી લો. તેના પછી આગળની તરફ ઝૂકેલી બેસવાની પોઝીશન માં આવી જાવ. ગોઠણ ને મરોડીને તમે જેટલા નીચે સુધી બેસી શકો છો તેટલા બેસી જાવ. બેસી જાઓ અને પછી ફરીથી ઉભા થઈ જાવ આ રીતે 10 સેટ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.