સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી

રાજ્યમાં આ વર્ષનો અત્યાર સુધીમાં ૮૫૧ ઇંચ સાથે સરેરાશ 25.6 76 વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ માટે સમગ્ર ગુજરાત પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની મહત્વપૂર્ણ માહિતી આપી છે. હવામાન વિભાગના કહેવા અનુસાર તારીખ 23 થી તારીખ 26 સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે. આ સાથે સાથે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું પણ કહેવું છે કે આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં મેઘરાજાનું અલગ સ્વરૂપ દેખાશે.

કયા કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર શુક્રવાર અને શનિવારે નવસારી, ડાંગ, વલસાડ તરફ વરસાદ પડી શકે છે. આ સાથે સાથે જ રવિવારના રોજ સુરત, નવસારી, બનાસકાંઠા, વલસાડ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, છોટાઉદેપુર, આણંદ, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર ,રાજકોટ વગેરે શહેરોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આ સાથે સાથે જ સોમવાર ના રોજ દમણ, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

ખાસ અમદાવાદની વાત કરીએ તો, આવનારા ત્રણ દિવસ અમદાવાદના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની જ સંભાવના છે. ગઇકાલની વાત કરીએ તો અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 32.9 અને હવામાં ભેજનું પ્રમાણ 80% નોંધાયું હતું જેના કારણે હવામાન વિભાગે માહિતી આપી છે કે, આવનારા દિવસોમાં અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
રાજ્યમાં અત્યાર સુધીમાં ૮.૨૧ ઇંચ સાથે આ મોસમનો સરેરાશ વરસાદ 25.13 નોંધાયો છે. કચ્છની વાત કરીએ તો અત્યાર સુધીમાં 4.72 ઇંચ વરસાદ સાથે મોસમનો ૨૭.૪ ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ૫૪૩ એ જ સાથે મોસમનો કુલ ૧૯.૨૮ ટકા વરસાદ નોંધાયો છે. આ સાથે સાથે જ પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.6 ઇંચ વરસાદ સાથે મોસમનો 21.9 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વરસાદની વાત કરીએ તો 6.61 ઇંચ વરસાદ સાથે મોસમનો 24.0 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 18.22 તેજ સાથે મોસમનો 31.68 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ધમધોકાર વરસાદ ની સાથે સાથે ગરમીનો પારો પણ ખૂબ ઉંચો જઈ રહ્યો છે…
ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેર સહિત કુલ સાત શહેરોમાં ગરમીનો પારો 34 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળિયું વાતાવરણ હતું. સાથે સાથે વરસાદની ગેરહાજરીમાં અમદાવાદીઓને ગરમી અને બફારાને સહન કરવો પડ્યો હતો. આ સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું રાજ્યમાં સૌથી ગરમ શહેર ૩૬.૨ ડીગ્રી સાથે ડીસા બન્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *