રાજકોટમાં સામુહિક આપઘાત: કૂવામાંથી મળ્યા એક જ પરિવારના બે ભાઇ અને એક બહેનના મૃતદેહ

આજકાલ હત્યા અને આત્મહત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટના કાલાવડ રોડ પર દિલ્હી પબ્લીક સ્કૂલ સામે વેજાગામથી વાજડી ગામ જવાના કાચા…

આજકાલ હત્યા અને આત્મહત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટના કાલાવડ રોડ પર દિલ્હી પબ્લીક સ્કૂલ સામે વેજાગામથી વાજડી ગામ જવાના કાચા રસ્તા પર એક કૂવામાંથી એક જ પરિવારના બે ભાઇ અને એક બહેનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક ત્રણેય કૌટુંબિક ભાઇ-બહેન હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેયે એક જ બાઇક પર આવીને કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત પ્રેમસંબંધની પણ ચર્ચા થઇ રહી છે. હાલ પોલીસ દ્વારા ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ઘટનાસ્થળ પરથી ત્રણેયના મોબાઇલ અને એક બાઇક પણ મળી આવ્યું છે. આથી પોલીસ દ્વારા ત્રણેયની કોલ ડિટેઇલ કઢાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વેજાગામ વાજડીમાં દિલ્હી પબ્લીક સ્કૂલ સામેના કાચા રસ્તે આવેલા ખરાબાના કૂવામાં એક યુવતી અને બે યુવાન પડી ગયાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ.ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ત્રણેયને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ત્રણેયના મૃતદેહ જ હાથ આવ્યા હતાં. પોલીસ તપાસમાં મૃતકોના નામ કવા પબાભાઇ બાંભવા, ડાયા પ્રભાતભાઇ બાંભવા અને પમી હેમાભાઇ બાંભવા હોવાનું સામે આવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, આ ત્રણેય પૈકીના બે માધાપર દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે રહેતાં હોવાનું અને એક રેલનગરમાં રહેતાં હતા. આ ત્રણેય ગઇકાલે સાંજથી ઘરેથી નીકળી ગયા હતાં. પ્રાથમિક તપાસમાં આ ત્રણેય કૌટુંબિક ભાઇ-બહેન હોવાનું અને એક જ બાઇક પર આવી કૂવામાં કૂદી આત્મહત્યા કરી લીધાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ભરવાડ પરિવારના આ ભાઇઓ અને બહેને આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે ફાયરબ્રિગેડને માહિતી મળતા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા કાલાવડ રોડ ફાયર સ્ટેશન પરથી શબવાહિની મોકલવામાં આવી હતી. યુનિર્સિટી પોલીસ દ્વારા સ્થળ પર પંચનામુ અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

જોકે, આત્મહત્યા કરવા પાછળનું કારણ સામે ન આવતા પોલીસ દ્વરા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તરફ બે સગીર અને યુવતીના મોતથી ભરવાડ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ભરવાડ પરિવારના ત્રણ સંતાનોના મોતથી ત્રણેયના પરિવારને પોલીસ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ બોલાવી આપઘાત અંગેનું કારણ જાણવા પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ અંગે એસીપી પ્રમોદ દિયોરાએ જણાવ્યું હતું કે, વેજાગામમાંથી અવવારૂ કૂવામાંથી પરિણીત યુવતી અને બે સગીરના મૃતદેહ મળી આવ્યા છે. હાલ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી ત્રણ મોબાઇલ અને એક બાઇક પણ મળી આવ્યું છે. તપાસમાં આ ત્રણેયે શા માટે આવું પગલું ભર્યુ છે તે અંગે પીએસઆઇ કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે. ગઇકાલ રાતથી ત્રણેય ઘરેથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, શહેરમાં એક મહિના પહેલા નાનામવા રોડ નજીક રહેતા 45 વર્ષીય કમલેશભાઈ રામકૃષ્ણભાઈ લાંબડિયાએ તેની પુત્રી કૃપાલીબેન અને પુત્ર અંકિતને કોરોનાની દવા હોવાનું કહી ઝેરી દવા પીવડાવી દીધી હતી. સાથે જ પોતે પણ આ દવા પીધી હતી. જોકે, પત્નીને ઉલ્ટી થતા તેણે ભલે કોરોના થતો તેમ કહી આ દવા પીવાનું ટાળ્યું હતું. આ ઘટનાને લઈ પિતા-પુત્ર અને પુત્રીની તબિયત લથડતા ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન ત્રણેયના મોત નીપજ્યા હતા.

આ દરમિયાન કમલેશભાઇ પાસેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી હતી. સ્યુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ, સંતાનોના લગ્ન માટે કમલેશભાઈ લીંબાડિયાએ પોતાનું મકાન વહેંચવા જાહેરાત આપી હતી. જેના આધારે એડવોકેટ આર. ડી. વોરાએ સંપર્ક કરી તેના સગા દિલીપ કોરાટને 1.20 કરોડમાં મકાન અપાવ્યું હતું. જેથી મકાનના આર.ડી. વોરા અને દિલીપભાઈ કોરાટ દ્વારા 20 લાખ રોકડા આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બાકી નિકળતા રૂપિયા 1 કરોડની માંગ કરતા આ રૂપિયા આપી દીધા હોવાનું કહી પોલીસમાં અરજી કરી હેરાનગતી કરતા હતા. અને હિતેશ અને ભાવિન નામના બે વ્યક્તિ 2.12 લાખ લઈને જતા રહ્યા હોવાથી મકાન અને કારના હપ્તા ચડી ગયા હતા અને પોતે સામૂહિક ઝેરી દવા પીધી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *