ગુજરાત: તાજેતરમાં રાજ્યમાં પવ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડુતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જાણવા મળ્યું છે કે, રવિવારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 12 કલાકમાં કુલ 209 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જ્યારે 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં 7.25 ઈંચ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, કાલાવાડ 6 ઈંચ અને કપરાડામાં 5 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદનાં આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં 7.25 ઈંચ, કવાંટમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જેવા કે ગોંડલ, જેતપુર, રાજકોટ શહેર અને મોરબી પંથક મેઘરાજા મન મુકીને વરસ્યા છે. આ ઉપરાંત, અમદાવાદમાં પણ આખો દિવસ ધીમી ધારે વરસાદ નોંધાયો હતો.
જાણવા મળ્યું છે કે, વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં એક સ્ટેટ હાઇવે સહિત કુલ 55 રસ્તા બંધ થયા છે. છોટા ઉદેપુરમાં પંચાયતના 19, તાપીમાં પંચાયતના 3, વલસાડમાં પંચાયતના 24 અને અન્ય 1, ડાંગમાં પંચાયતમાં 2, રાજકોટમાં સ્ટેટ હાઇવે એક અને પંચાયત 3 અને અન્ય એક માર્ગ તેમજ જૂનાગઢમાં એક પંચાયતનો માર્ગ એમ 6 જિલ્લામાં કુલ 55 રસ્તા બંધ થઇ ગયા છે. ઉર્જા વિભાગનાં જણાવ્યા અનુસાર, પીજીવીસીએલ હસ્તકના 41 ગામમાં વીજ પાવર ખોરવાયો હતો.
આ ઉપરાંત, હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, નવસારી, તાપી, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ આગાહીમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને દિવનો પણ સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.