સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે હવે કોરોનાની મહામારી વચ્ચે એક સારા અને મહત્વના સમાચાર આવ્યા છે. આ મહત્વના સમાચાર પ્રમાણે દેશમાં બાળકો માટે કોરોનાની રસી ઓગસ્ટ મહિનામાં આવી શકે છે. આ સમાચાર પ્રમાણે સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ ભાજપ સંસદીય બેઠકમાં આ જણાવ્યું છે કે, અગાઉ બાળકની વેક્સીન સપ્ટેમ્બરમાં આવશે તેવા સમાચાર હતા. જયારે હવે AIIMS ના પ્રમુખ ડૉક્ટર રણદીપ ગુલેરીયાએ ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં બાળકોને વેક્સીન મળી જશે તે પ્રકારની જાણકારી આપી હતી. પણ હવે સ્વાસ્થ્યમંત્રી મસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર, બાળકો માટેની વેક્સીન ઝાયડસ કેડિલાની ટ્રાયલ હાલમાં અંતિમ ક્ષેત્રના છે.
ત્યારે હવે અંતિમ મંજુરી મળ્યા બાદ કંપની ત્રીજી રસીને ભારતમાં લાવશે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિશેષજ્ઞ સમિતિ ઝડપથી ઝાયડસ કેડિલા દ્વારા જમા કરવામાં આવેલા ડેટાના આધારે અંતિમ મંજુરી કેટલાક દિવસોમાં આપી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં બે સ્વદેશી વેક્સીન કોવિશીલ્ડ અને કોવૈક્સીન સહીત રશિયાની સ્પૂતનિક વી વેક્સીનને સીડીએલ કસૌલીએ માન્યતા આપી છે.
કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓની વચ્ચે દેશની વધુ એક સ્વદેશી વેક્સીન પરીક્ષણમાં ખરી ઉતરી છે. ખાસ વાત તો એ છે કે, ઝાયડસ ડી રસી 12 વર્ષ અને તેમનાથી વધારે ઉમરના બાળકો સહીત તમામ લોકો પર કારગત છે. કેડિલા કંપનીએ ક્લીનિકલ ટ્રાયલ બાદ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)થી રસીના કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા માંગવામાં આવી છે. હાલમાં કંપની દ્વારા લાયસન્સ માટે આવેદન કરવામાં આવ્યું છે. સાથે સાથે કેટલીક ઔપચારિક્તાઓ બાદ આ રસીને જલ્દી જ બજારમાં ઉતારવાની તૈયારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.