સુરત(ગુજરાત): બીજા લગ્ન કરવા માટે એક પિતાએ માસૂમ દીકરીને બાળ આશ્રમમાં મૂકી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ જોવા મળ્યો છે. 18 દિવસ પછી માસૂમ દીકરીને લઈને વૃદ્ધમાં સામે ખોટું બોલનાર દારૂડિયા પુત્રએ દાદી-પૌત્રીનું મિલન કરાવવા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પીડિત માસૂમ દીકરીને સાંભળીને કોર્ટ રૂમમાં તમામની આંખો ભરાઈ ગઈ હતી. દીકરીની વ્યથા સાંભળ્યા બાદ જજ સાહેબે તાત્કાલિક પિતાને ઠપકો આપી બાળ આશ્રમને કડક શબ્દોમાં ચેતવણી આપીને એક માસૂમ દીકરીનું દાદી સાથે મિલન કરાવ્યું હતું. આ ભાવુક ક્ષણે દાદી અને પૌત્રીએ જજ સાહેબને તમે જ અમારા ભગવાન છો.. કહી આભાર વ્યક્ત કર્યો હતો.
દાદીના વકીલના જણાવ્યા અનુસાર, આ ઘટના કાપરે પરિવાર જે ઉધના દત્ત કુટીર સોસાયટીમાં રહે છે. 4 વર્ષ પહેલાં શાંતિલાલ કાપરેના 12 વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ પડતા પતિ-પત્નીએ એકબીજાથી છૂટાછેડા લઇ લીધા હતાં. રત્નબેન પોતાના ત્રણ સંતાન પૈકી સૌથી નાની દીકરીને લઈ પોતાના વતન મહારાષ્ટ્ર ચાલ્યાં ગયાં હતાં. એક મોટો દીકરો અને એના પછીની એક દીકરી અને વૃદ્ધ માતા સાથે શાંતિલાલ રહેતા હતાં. શાંતિલાલ BRTS બસ સેવામાં ટિકિટ ચેકરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ દારૂ પીવાની ટેવથી શાંતિલાલ ભાનમાં ઓછું અને નશામાં વધારે રહેતા હતા.
શાંતિલાલ પોતાની નાની દીકરીના જન્મ અને તમામ ઓળખ પૂરાવા લઈને લગભગ 25 દિવસ પહેલા અચાનક દારૂના નશામાં ઘરે ગયો હતો. સાંજ પડતા પરત આવેલા દીકરાને જોઈને માંએ પૂછ્યું હતું કે, મારી પૌત્રી ક્યાં છે, તો જવાબ મળ્યો મને નથી ખબર, આ સાંભળી વૃદ્ધ દાદીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કલાકો સુધી પુત્રની પૂછપરછ કર્યા પછી જાણવા મળ્યું હતું કે, દારૂડિયો પુત્ર મારી લાડકી પૌત્રીને બાળ આશ્રમમાં મૂકી આવ્યો છે. પુત્રને કારણ પૂછતાં તેમને જણાવ્યું હતું કે, મારે બીજા લગ્ન કરવા છે, એમ કહી હું દીકરીને નવી માં તને મળવા માગે છે. એમ કહી ઘરમાંથી લઈ ગયો હતો. વૃદ્ધ માતા એક દારૂડિયા પુત્ર કમ પિતાની માનસિક વિચારધારાને લઈને પૌત્રીની ચિંતા થવા લાગી હતી.
વૃદ્ધ દાદીની વિનંતી પછી 18 દિવસ પછી દારૂડિયો પુત્ર માં ને દીકરી પાસે મળવા રૂસ્તમપુરાના બાળ આશ્રમમાં લઈ ગયો હતો. જ્યાં એક ઓરડીમાં રડતી માસૂમ દીકરીના અવાજને સાંભળી દાદીએ દીકરીને બોલાવી હતી. ત્યારે દાદીનો અવાજ સાંભળીને દોડી આવેલી 12 વર્ષની માસૂમ દીકરીએ દાદીનો સાડીનો છેડો પકડી રડતા રડતા કહેવા લાગી મને અહીંયાંથી લઈ જાઉં મારે તમારી સાથે રહેવું છે. આ સાંભળ્યા પછી પણ આશ્રમના વહીવટદારોનું હૃદય પીગળ્યું ન હતું અને માસૂમ દીકરીને હાથ પકડી ખેંચીને રૂમમા લઈ ગયા હતા.
વૃદ્ધ દાદીએ વધારેમાં જણાવ્યું હતું કે, દીકરીને હું કોઈ પણ સંજોગોમાં ગૂમાવવા માગતી ન હતી. એ જ મારું જીવન હતું. એટલે મેં તરત પાડોશી મહિલાની મદદ લઇ વકીલ વિલાસભાઈ પાટીલનો સંપર્ક કર્યો હતો. એમણે મને તાત્કાલિક 26 મીએ કોર્ટમાં સર્ચ વોરંટ કાઢવા અરજી કરી હતી. કોર્ટે અરજીની ગંભીર રીતે લઈને સલાબતપુરા પોલીસને બાળ આશ્રમના સંચાલકોને બાળકી સાથે 27 મીએ સવારે 10 વાગે હાજર રહેવા જણાવ્યું હતું. આજે કોર્ટ રૂમમાં બાળકીની ગભરાહટ જોઈ જજ સાહેબ પણ સમજી ગયા હતાં. દીકરીનો ઉદાસ ચહેરો જોઈ જજ સાહેબે પણ એને હસાવવા ઘણા પ્રયાસ કર્યા અને એમની પાસે બોલાવી દીકરીને તમામ હકીકત પૂછતાં રડતા રડતા દીકરીએ પોતાની વ્યથા સંભળાવી હતી.
વ્યથા સંભાળતાની સાથે જ જજ સાહેબે બાળ આશ્રમના સંચાલકોને કડક શબ્દોમાં ઠપકાર્યા હતા. પિતાને તાત્કાલિક હવે કોર્ટ કંપાઉન્ડમાં દેખાય તો કડક સજા કરીશ એમ કહી કાઢી મુકવામાં આવ્યો હતો. માસૂમ દીકરીને જજ સાહેબે પૂછ્યું તારે કોની સાથે રહેવુ છે ત્યારે તેને રડતા રડતા જવાબ આપ્યો હતો કે, મારે દાદી સાથે રહેવું છે. એ સાંભળી જજ સાહેબ અને આખો કોર્ટ રૂમમાં ભાવુકતાના દ્રશ્યો દેખાયા હતા. વકીલ સહીત સગા સંબંધીઓ તમામની આંખ છલકાઈ ગઈ હતી. તાત્કાલિક જજ સાહેબે માસૂમ દીકરીનો કબ્જો દાદી જીજાબાઈને સોંપતા જ દાદી અને પુત્રીએ કહ્યું હતું કે, સાહેબ તમે જ અમારા ભગવાન છો. તેમ કહી આભાર વ્યક્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.