સરકારી અનાજને સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં માત્રને માત્ર સુરત શહેરમાં 62,000 જેટલી ફેક યુઝર આઇ.ડી બનાવીને વ્યાજબી ભાવના દુકાનદારોએ લોકડાઉન અને કોરોનાની મહામારી વચ્ચે રૂ.100 કરોડનું અનાજ ચાઉં કર્યું હોવાની માહિતી તપાસ દરમિયાન બહાર આવી છે. હજુ આ તપાસનો આંકડો ઉંચો જવાની શક્યતાઓ છે.
લોકડાઉન અને કોરોનાની મહામારી વચ્ચે સરકારી અનાજની કાળાબજાર કરતા લોકો ફેક આઈડી બનાવીને કરોડો રૂપિયાનું અનાજ કાળાબજારમાં ચાઉં કર્યાનું પોલીસની પ્રાથમિકતામાં બહાર આવ્યું છે. હમણાં થોડા દિવસ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ અનાજનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કૌભાંડમાં પકડાયેલા આરોપીના મોબાઈલ અને લેપટોપમાંથી ફેક આઈડી મળી આવી હતી અને આગળની તપાસ વધુ ઝડપી થતા એક નવું કૌભાંડ બહાર આવ્યું હતું.
જે લોકો રેશનકાર્ડ ગ્રાહકો નેશનલ ફુડ સિકયુરીટી એકટની હેઠળ અનાજ લેવા માટે નહોતા જતા તેના નામનું ફેક આઈડી બનાવીને ટોળકી આ ફેક આઈડીથી રૂપિયા લઈને દુકાનદારોને વેચી દેતી હતી અને દુકાનદારો આ આઈડી પર સેવ ડેટા અને ગેમ સ્કેન સોફ્ટવેરની મદદથી અનાજ રફેદફે કરીને ખોટા બીલો બનાવીને સરકારી અનાજ્નીસ્ગેવ્ગે કરતા હતા.
અમદાવાદ શહેરમાંથી જે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા તેમના લેપટોપ અને મોબાઈલમાંથી ફક્ત સુરત શહેર અને જીલ્લામાંથી આ પ્રકારની કુલ 62,000 ફેક આઈડી બનાવી હોવાનું બહાર આવ્યું છે અને લોકડાઉન અને કોરોનાની મહામારી વચ્ચે ખોટા બીલો બનાવીને અનાજ ચાઉં કરવામાં આવ્યું હોય તેવી જાણકારી મળી છે. એક રીપોર્ટ અનુસાર, 52 લાખ રૂપિયાના ઘઉં, 44 લાખ રૂપિયાના ચોખા, 3 કરોડ રૂપિયાની ખંડ તેમજ દાળ સહિત બધા અનાજ મળીને આશરે 100 કરોડથી વધુનું અનાજ રફેદફે કરવામાં અવાયું હતું. આગામી દિવસોમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં અન્ય કૌભાંડો બહાર આવે તેવી શક્યતાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.