સુરત(ગુજરાત): હાલમાં સુરતમાં એક ચકચાર મચાવતી ઘટના બનવા પામી છે જેમાં શહેરના પાંડેસરા પ્રમુખ પાર્ક સોસાયટી નજીક એક યુવાન જાહેર રોડ ઉપર હાથમાં બ્લેડ લઈ પોતાનું જ ગળું કાપતો હતો આ જોઇને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે આવી વિચિત્ર ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક વિભાગના એક LR દ્વારા TRB જવાનો સાથે દોડી જઇ યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, 108ને પણ જાણ કરી તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. ટ્રાફિક વિભાગની જાગૃતિને લઈ લોકોએ આભાર વ્યક્ત કરી તમામ કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.
અનિરુદ્ધસિંહ રાઠોડએ જણાવ્યું હતું કે, આજે બાટલી બોય પોઇન્ટ ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી નિભાવી રહ્યા હતા. ત્યારે એક એક્ટિવાચાલક દોડીને આવ્યો હતો અને કહેવા લાગ્યો કે એક ઈસમ રોડ બાજુએ બ્લેડ વડે પોતાનું જ ગળું કાપવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સાંભળીને હોબાળો મચી જવા પામ્યો હતો. તાત્કાલિક TRB જવાન સાથે 50 મીટર દૂર દોડીને ગયા તો એક ઈસમ લોહીલુહાણ હાલતમાં વારંવાર બ્લેડ વડે ગળું કાપી રહ્યો હતો. અમે અજાણ્યા ઇસમના હાથ પકડી તેને બચાવવાના પ્રયાસ કરતા હતા. આ દરમિયાન લોકો પણ મદદે આવ્યા હતા.
તાત્કાલિક 108માં ફોન કરી એમ્બ્યુલન્સને બોલાવી લેવામાં આવી હતી. ત્યારબાદ 108ના EMTએ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જોકે, અજાણ્યા ઇસમના હાથ છોડતાંની સાથે જ તે ફરી ગળું કાપવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જેથી દોરીથી હાથપગ બાંધી તેને પ્રાથમિક સારવાર આપી 108ની એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. ઘટનાને જોઈ ખૂબ જ દુઃખ થયું હતું. પરંતુ, આવું કરવા પાછળનું કારણ હજી સુધી કોઈ જાણી શક્યા ન હતા.
આ અંગે સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, અજાણ્યો ઈસમ માનસિક રીતે બીમાર લાગી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, તેના ગળા પર ઊંડો ઘા હોવાથી પહેલા તેને સારવાર જરૂરી છે. જેથી તેને તાત્કાલિક ઓપરેશનમાં લેવો પડે તેમ છે. લોહી ઘણું વહી રહ્યું છે. લોહી વહેતું બંધ કરી ઓપરેશન કરવું પડશે, પછી આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.