જાહેરમાં જ યુવકને એક પછી એક તમાચા ઝીંકનાર આ યુવતીનો વિડીયો તમે જોયો કે નહીં?- જુઓ અહીં

સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં આવો જ કઈક એક વિડીયો ખુબ વાયરલ થયો છે. ઉત્તરપ્રદેશમાં આવેલ લખનૌમાં એક છોકરીએ રોડની વચ્ચોવચ જાહેરમાં જ એક છોકરાને એટલા તમાચા માર્યા હતા કે, ત્યાં ઉભેલી પોલીસ પણ છોકરીનો ગુસ્સો જોઈને તેની પાસે જવાની હિંમત કરી શકી નહીં.

સોશિયલ મિડિયા પર હાલમાં એક ખુબ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, એક યુવતી કેબ ડ્રાઇવરને તમાચા પર તમાચા મારી રહી છે. આ વિડીયો રાજધાનીના કૃષ્ણાનગર  વિસ્તારનો હોવાનું જણાવવામાં આવ્યું છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે, શનિવારની રાત્રે કાર સાથે અથડાયા પછી છોકરીએ રસ્તા વચ્ચોવચ જાહેરમાં જ ડ્રાઇવરને એક બે નહીં પણ 20થી વધુ તમાચા માર્યા હતા. આ તમાશો જોઈને ત્યાં ભીડ એકત્ર થઈ ગઈ હતી. પોલીસનું માનવું છે કે, યુવક કાર લઈને જઈ રહ્યો ત્યારે તેની કારથી રોડ પર જઈ રહેલ છોકરીને ટક્કર લાગતા નારાજ થઈ હોવાથી આરોપી ડ્રાઇવરને ગાડીમાંથી બહાર ઉતાર્યો હતો.

ત્યારબાદ જોરદાર ધોલાઈ કરીને ડ્રાઇવરને માર ખાતો જોઇને સાથે બેઠેલ યુવક બહાર ઉતર્યો તો છોકરીએ તેને પણ ફટકાર્યો હતો. આ તમાશો જોઇને ત્યાં ઉભેલ ટ્રાફિક પોલીસ પહોંચી તો તે પણ તમાશો જોવા લાગઈ હતી. છોકરીની ફરિયાદ પછી પોલીસને યુવકને દંડ ફટકારવામાં આવ્યો હતો. સોશિયલ મિડિયા પર હાલમાં આ ઘટનાનો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *