કેપ્ટનશીપમાં આ 3માંથી કોઈપણ એક ખેલાડી વિરાટ કોહલીને આપશે જબરદસ્ત ટક્કર- નામ જાણી હોંશ ઉડી જશે

ક્રિક્રેટજગતને લઈ હાલમાં એક ખુબ અગત્યના કહી શકાય એવા સમાચાર સામે આવ્યો છે. વર્ષ 2023 વન ડે વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીની ઉંમર 34-35 વર્ષ થઇ જશે. આવા સમયમાં ભારતીય ટીમને એક નવા કપ્તાનની જરૂરીયાત પડશે. એવા ફક્ત 3 ધાકડ ક્રિકેટર છે કે, જે વિરાટનું સ્થાન લઇ શકે છે.

1.ઋષભ પંત: 
ઋષભ પંત ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બની શકે છે. છેલ્લા થોડા સમયમાં પંતે ખુબ શાનદાર રીતે પ્રદર્શન કર્યુ છે તેમજ એને લીધે ત્રણેય ફોર્મેટમાં તેની જગ્યા પાક્કી થઇ ગઇ છે. પંત પાસે એક સ્માર્ટ મગજ છે. જેના દ્વારા તે ટીમને ઉંચાઇ સુધી પહોંચાડી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)

2.શુભમન ગીલ 
શુભમગ ગીલે ભારત તરફથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ડેબ્યુ કર્યુ હતુ. આની સાથે જ શુભમને એના શાનદાર ટેલેન્ટનો પરચો બતાવ્યો હતો. ટેસ્ટ સિરીઝ જીતવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. શુભમન ગીલે વર્ષ 2019માં દેવધર ટ્રોફીમાં કપ્તાની કરી હતી. આની માટે શુભમન પણ કપ્તાનીનો પ્રબળ દાવેદાર કહેવાય.

 

View this post on Instagram

 

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

3.શ્રેયસ ઐયર 
મુંબઇના 26 વર્ષીય ઐયરે ભારતીય ટીમ તરફથી ઇન્ટરનેશનલ રમવાની શરૂઆત વર્ષ 2017 થી કરી હતી. કપ્તાનીની વાત કરીએ તો IPL વર્ષ 2018માં ઐયરને દિલ્હી ડેરડેવિલ્સ કે, જે હવે દિલ્હી કેપિટલ્સ છે કે, જેનો કપ્તાન નિયુક્ત કરવામાં આવ્યો હતો. વર્ષ 2023માં શ્રેયસ પણ પ્રબળ દાવેદાર કહેવાય.

 

View this post on Instagram

 

A post shared by Shreyas Iyer (@shreyas41)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *