હાલમાં પાકિસ્તાનમાંથી એક ખુબ શરમજનક કહી શકાય એવા સમાચાર સામે આવ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે, PM ઈમરાન ખાનનું સરકારી નિવાસ સ્થાન ભાડેથી મળી રહ્યું છે. આર્થિક સંકડામણનો સામનો કરી રહેલ પાકિસ્તાન દ્વારા ઈસ્લામાબાદમાં આવેલ PM ઈમરાન ખાનનું સરકારી નિવાસ સ્થાન લોકોને ભાડેથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓગસ્ટ વર્ષ 2019માં સત્તારૂઢ તહરીક-પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની સરકાર બની હતી. આ સમયે PM ઈમરાન ખાને સરકારી નિવાસ સ્થાનને યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ઈમરાને તેને ખાલી કરી દીધું હતું. સરકાર દ્વારા યુનિવર્સિટીવાળા પ્રોજેક્ટને અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યો છે તેમજ PM નિવાસ સ્થાન ભાડેથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડિપ્લોકમેટિક ફંક્શન, ઈન્ટરનેશનલ સેમિનારનું પણ આયોજન થશે:
ટૂંક સમયમાં જ ઈમરાન કેબિનેટની બેઠક થવા જે રહી છે કે, જેમાં PM સરકારી નિવાસ સ્થાનમાંથી રેવન્યૂ મેળવવાના અંગે ચર્ચા કરવામાં આવશે. PMના આવાસનું ઓડિટોરિયમ, 2 ગેસ્ટ વિંગ અને એક લૉનને ભાડેથી આપીને રેવન્યૂ મેળવવામા આવશે. આ પરિસરમાં ડિપ્લોમેટિક ફંકશન, ઈન્ટરનેશનલ સેમિનાર પણ આયોજિત કરવામાં આવશે. સરકાર આવા આયોજનથી કમાણી કરશે.
ઈમરાને કહ્યું હતું કે, અમારી પાસે પબ્લિક માટે પૈસા નથી:
ઈમરાન ખાને વર્ષ 2019માં જ્યારે દેશના PM તરીકેનાં શપથ લીધા ત્યારે તેઓએ કબૂલ કર્યું હતું કે, પાકિસ્તાન સરકાર પાસે જન કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ કરવા માટે પૈસા નથી, જ્યારે દેશમાં કેટલાંય લોકો અમારા ઔપનિવેશનક આકાઓની જેમ જીવી રહ્યાં છે. ત્યારથી તેઓ પોતાના બાની ગાલા નિવાસમાં રહે છે તેમજ ફક્ત વડાપ્રધાન કાર્યાલયનો જ ઉપયોગ કરે છે.
ઈમરાન સત્તામાં આવ્યા ત્યારપછીથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વધુ લથડી:
ખાન સત્તામાં આવ્યા પછીથી છેલ્લા 3 વર્ષમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કુલ 19 બિલિયન અમેરિકી ડોલર સુધી રહી ગઈ છે. ઈમરાન જ્યારે PM બન્યા ત્યારે તેઓએ દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકારી ખર્ચાઓમાં ઘટાડો કરવા માટે કેટલાંક કઠોર પગલાંઓ ભરવામાં આવ્યા હતા.
આની પહેલાં પણ પૂર્વ નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી કે, ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકાર અર્થવ્યવસ્થાની સાથે રમત રમી રહ્યાં છે. ઈમરાન સરકાર આવ્યા પછી દેશ પછી દેશનું દેવું કુલ 45 હજાર અબજ રૂપિયાનો વધારો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.