સુરત(ગુજરાત): સુરતમાંથી અઠવાડિયા પહેલાં ગુમ થયેલી સુરતના વરાછાની સીએ યુવતીને પોલીસ દ્વારા તેના પ્રેમી સાથે દિલ્હીમાં એક બસમાંથી પકડી પાડવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં પ્રેમિકાના પરિવારને ગેરમાર્ગે દોરવા માટે પ્રેમીએ જ ફોન કરી 10 લાખની ખંડણી માંગી હતી. એટલું જ નહીં પરંતુ, બંનેએ ભાગ્યા પછી પોલીસ ટ્રેસ ન કરી શકે એ માટે 5 સિમકાર્ડ અને સાદાફોન પણ લીધાં હતાં. આ ઉપરાંત, એવું પણ જાણવા મળ્યું છે કે તેમને કોઇપણ જગ્યાએ 12 કલાકથી વધુ સમય રોકાતાં ન હતાં.
વરાછા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય સીએની વિદ્યાર્થિની શ્વેતા(નામ બદલ્યું છે) અઠવાડિયા પહેલાં ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ ગઈ હતી. ત્યારબાદ અજાણ્યા નંબરથી આવેલા ફોનથી શ્વેતાના પિતા નજીક શ્વેતાને જીવતી જોવી હોય તો 10 લાખ આપવા પડશે તેવું કહી ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે વરાછા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ કરતાં શ્વેતા અને તેનો પ્રેમીને દિલ્હીમાં આગ્રા-મથુરા રોડના ટોલનાકા પર ચાલુ બસમાંથી પકડી પાડવામાં આવ્યા હતાં.
પૂછપરછમાં બંનેએ જણાવ્યું હતું કે, શ્વેતા જ્યાં સીએનો અભ્યાસ કરતી હતી ત્યાં આકાશનો મિત્ર પણ અભ્યાસ કરતો હોવાથી તે તેને મળવા જતો હતો. ત્યાં આકાશ અને શ્વેતા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અઢી વર્ષ બાદ બંનેએ પરિવારમાં લગ્નની વાત કરી હતી પરંતુ તેમને મંજૂરી મળી ન હતી. જેથી બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઘરેથી ભાગવા માટે 3 મહિના પહેલાં યોજના બનાવી હતી.
ત્યારબાદ આકાશને 21 વર્ષમાં દોઢ મહિનો બાકી હોવાથી મૈત્રી કરાર કરીને ભાગવાનું નક્કી કર્યું હતું. તેમણે એક વીડિયોમાં જોયું હતું કે, પોલીસ મોબાઇલ ટ્રેસ કરીને આરોપી સુધી પહોંચી શકે છે. જેથી બંનેએ 5 સિમ અને 5 સાદા ફોન પણ લીધાં હતાં. બંને કોઇપણ સ્થળે 12 કલાકથી વધુ રોકાતાં ન હતા.
મળતી માહિતી મુજબ, સુરતથી બસમાં ચિત્તોડગઢ ગયાં ત્યાંથી મંદસોર થઇને ઇન્દોર અને વાયા આગ્રા દિલ્હી પહોંચ્યાં હતાં. પોલીસ પકડે નહીં એ માટે લાંબા અંતરની બસમાં મુસાફરી કરતાં હતાં. બંને ગુજરાત પરત ફરવા માંગતા ન હતા. થોડોક સમય અલગ-અલગ શહેરોમાં રોકાઇને કાયમ માટે રાજસ્થાનના જ કોઇ નાના ગામ કે ટાઉનમાં વસી જવાનાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.