હાલમાં સોના અને ચાંદીના ભાવમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર નબળાઈ જોવા મળી રહી છે. જાણવા મળ્યું છે કે, MCX પર ગુરુવાર સવારે સોનું 0.09 ટકાના ઘટાડા સાથે 47,847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. તો બીજી બાજુ, ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 0.16 ટકાના ઘટાડા સાથે 67,492 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. અહેવાલ અનુસાર, ગુરૂવારે ડૉલરમાં મજબૂતી જોવા મળતાં ભારતમાં સોના અને ચાંદીમાં નબળાઈ જોવા મળી રહી છે.
જાણવા મળ્યું છે કે, અમેરિકામાં યૂએસ ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી મજબૂત કરવાના સંકેત આપવામાં આવતા ડૉલરમાં સુધારો જોવા મળી રહ્યો છે જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય માર્કેટ અને ભારતમાં સોના અને ચાંદી પર જોવા મળી છે. ગોલ્ડ ઓક્ટોબર ફ્યૂચર 12 રૂપિયા ઘટીને 47,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો હતો અને ચાંદી ફ્યૂચર પણ 103 રૂપિયાના ઘટાડા સાથે 67,498 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો સોનું 0.1 ટકા ઘટીને 1,809.96 ડૉલર પ્રતિ ઔંસ પર છે. જ્યારે યૂએસ ગોલ્ડ 0.1 ટકા ઘટીને 1,812.80 ડૉલર પર છે.
આ ઉપરાંત અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 47,480 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 49,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તેમજ વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ અનુસાર, વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 46,630 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આ દરમિયાન, રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે.
જો સોનામાં રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા રિટર્ન આપ્યું છે. તેના આગલા વર્ષે પણ સોનાનું રિટર્ન લગભગ 25 ટકા રહ્યું હતું. આ ઉપરાંત જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરી રહ્યા છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે જેમાં શાનદાર રિટર્ન મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.