સતત ત્રણ મહિનાથી ઘરની સીલીંગમાં આવતો હતો ભયંકર આવાજ, અચાનક સીલીંગ તૂટતા જ અંદરથી જે નીકળ્યું…

હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જે ઘટના વિષે સાંભળીને તમારી આખો પહોળી થઇ જશે. જેમાં જોર્જિયામાં રહેતી એક વ્યક્તિ હૈરી પુગલીસે ફેબ્રુઆરી મહિનામાં એક ઘર ભાડે લીધું હતું. આ ઘરમાં હૈરી પુગલીસને તેમના ઘરની છત પરથી સતત કઈક ને કઈક અવાજ સંભાળતો હતો. જયારે તેમણે આ છત પરથી આવતા અવાજ અંગે મકાન માલિકને ફરિયાદ કરી  તો મકાન માલિકે આ વાતને યોગ્ય ન ગણી અને કહ્યું છે આ ઘર છોડી દેવાની પણ નોટીસ આપી. પણ બન્યું એવું કે સતત ૩ મહિના સુધી છત પરથી અવાજ આવતા તેમણે ખુદ જ આ સીલીંગ તોડી નાખી અને અંદરથી એવું તો શું નીકળ્યું કે હેરીની આખો પહોળી ગઈ.

જોર્જિયામાં રહેનારા હેરી પુગલીસે ફેબ્રુઆરી મહિનામાં તેમના પરિવાર સાથે એક ભાડાના મકાનમાં રહેવા માટે ગયો હતો. ત્યાં સ્થિત એક મહિના બાદ તેમણે કઇક અલગ જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પરિવારને ઘરની સીલિંગમાંથી સતત અવાજ આવતો હતો. એટલું જ નહીં પરંતુ સિલિંગ માંથી અવાજો આવવાની સમસ્યાને કારણે ઘરમાં હેરીને પણ ઘણી સમસ્યાઓ થવા લાગી.

જયારે હેરીએ આ છત પરથી આવતા અવાજ અંગે મકાન માલિકને ફરિયાદ કરી તો મકાન માલિકે આ વાતને યોગ્ય ન ગણી અને કહ્યું છે આ ઘર છોડી દેવાની પણ નોટીસ આપી અને કહ્યું કે તમારાથી કોઈ ગલતફેમી થતી હશે. ફરિયાદ બાદ પણ ઘરની છત પરથી સતત આવાજ આવતો હતો.

ત્યારબાદ હેરીએ નિર્ણય કરતા કહ્યું કે, જ્યાં સુધી મકાન માલિક આ સમસ્યાનું સમાધાન ન લાવે ત્યાં સુધી તે આ મકાનનું ભાડું નહિ આપે. જેને લીધે મકાન માલિકે હેરીને આ ઘર છોડીને જવાનું કહ્યું હતું. હેરી આ ઘર છોડીને જાય તે પહેલા જ તેમણે આ અવાજ શેનો આવે છે તેના વિષે પર્દાફાશ કરવાનું વિચારી લીધું હતું.

આ નિણર્ય બાદ હેરીએ જ્યાંથી અવાજ આવતો હતો તે છતની સીલીંગ તોડી અને તેમાંથી એક બે કે ત્રણ નહિ પરંતુ ચાર ચાર ઝેરીલા સાપ તેમાંથી નીચે પડ્યા. ચારેય સાપ તે સીલીંગની અંદર જ રહેતા હતા. આ ચાર ઝેરીલા સપને જોઇને તરત જ હેરીએ એનિમલ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને આ ચાર ઝેરીલા સપને પકડાવ્યા હતા. આ બાદ પણ મકાન માલિકે ઘરની છતને રીપેર કરાવી ન હતી અને જેમાં ઉંદરડા અને ગરોળી રખડતી હતી.

આ અંગે મકાન માલિકે કહ્યું છે કે, તેમની પાસે રીપેર કરવામાં પૈસા નહોતા જેને લીધે તે આ રીપેરીંગ કામ કરાવતો ન હતો. જયારે સામે હેરીનું કહેવું છે કે તેમની પાસે ઘણી પ્રોપર્ટી છે જે બધી ભાડા પર છે એટલે મકાન માલિક ફક્ત બહાનું બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *