સસ્તા ઈયરફોનમાં ગીતો સાંભળતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના- આ યુવાનને આવ્યો જીવ ગુમાવવાનો વારો

રાજસ્થાન: રાજસ્થાનના જયપુરમાં એક કેબલ વાળા ઇયરફોન ફાટતા એક યુવકે જીવ ગુમાવ્યો હતો. યુવક કોમ્પ્યુટર પર ઇયરફોન લગાવીને ગીતો સાંભળી રહ્યો હતો. અચાનક ઇયરફોન એક જોરદાર અવાજથી ફાટી ગયો અને તેના કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોનું કહેવું છે કે, ઇયરફોનના વિસ્ફોટને કારણે ઉચા અવાજના કારણે યુવકને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હશે. તે તેના મૃત્યુનું કારણ બન્યું હતું.

જયપુરના સીકર હાઇવે પર ઉદયપુરીયા ગામમાં રહેતા રાકેશ નાગર (28) ના લગ્ન ફેબ્રુઆરીમાં જ થયા હતા. તે ઘણીવાર અભ્યાસ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતો હતો. શુક્રવારે બપોરે તે પોતાના ફાર્મ હાઉસમાં ઇયરફોન પર ગીતો સાંભળી રહ્યો હતો. આ દરમિયાન ઈયરફોનનું સ્પીકર ફાટ્યું અને તેનું મૃત્યુ થયું હતું. બીજી બાજુ, પરિવારના સભ્યોએ કહ્યું હતું કે, તે ઇયરફોન વડે અભ્યાસ કરતો હતો.

મળતી માહિતી અનુસાર, ઘટના સમયે તે રૂમમાં એકલો હતો. માતા, બહેન અને પરિવારના તમામ સભ્યો ખેતરમાં કામ કરતા હતા. જોરદાર અવાજ સાંભળીને બધા અંદર દોડ્યા હતા. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યું ન હતું. એટલા માટે પોલીસે કોઈ કેસ પણ નોંધ્યો નથી. તેણે ઉપયોગમાં લીધેલા ઈયરફોન અને કોમ્પ્યુટર ઘણા જૂના છે. ઇયરફોન સ્થાનિક કંપનીના છે. કમ્પ્યુટરની કંપની વિશે કોઈ માહિતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *