દીકરી શાંતિથી ભણી શકે એ માટે પિતા ભારે વરસાદમાં છત્રી પકડીને કલાકો સુધી ઉભા રહ્યા- જાણો આ તસ્વીર પાછળનું દર્દ

કોરોના મહામારી વિશ્વના કરોડો લોકોની જીવનશૈલીમાં મોટો ફેરફાર લાવી છે. સાથે સાથે, માતાપિતાએ પણ તેમના બાળકોના શિક્ષણને લગતા ઘણા ફેરફારો કરવા પડ્યા છે. બાળકોના ઓનલાઇન શિક્ષણમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. એવા ઘણા બાળકો છે કે જેમની પાસે ઓનલાઇન વર્ગો લેવા માટેના સંસાધનો નથી, સારા ફોન અથવા લેપટોપ નથી, અને ઘણા પાસે સાધનો છે તો નેટવર્ક નથી. તેમને નેટવર્ક માટે ક્યાંથી ક્યાં જવું પડે છે.

આવું જ એક દ્રશ્ય કર્ણાટક રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં જોવા મળ્યું હતું. જ્યાં ઓનલાઇન કલાક માટે નેટવર્ક સૌથી મોટી સમસ્યા બનીને સામે આવ્યું છે. બાળકોને નેટવર્ક માટે ૧૦-૧૦ કિલોમીટરની મુસાફરી કરવી પડે છે. દક્ષિણ કન્નડ જિલ્લામાં એક જ એવી જગ્યા છે કે જેનું નામ સુલિયા છે, જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં બાળકો નેટવર્ક માટે લાંબી લાંબી મુસાફરી કરી રહ્યા છે અને ઘણી મુશ્કેલીઓ વચ્ચે ઓનલાઈન શિક્ષણ લઇ રહ્યા છે.

જોકે ચોમાસાને લીધે હવે બાળકોને અહીં વરસાદનો પણ સામનો કરવો પડી રહ્યો છે. માતાપિતા પણ તેમના બાળકોને કોઈપણ અસુવિધા વિના ઓનલાઇન ક્લાસ લેવામાં મદદ કરી રહ્યાં છે. હાલ આવી જેક તસ્વીર સોસીયલ મીદીયમાં ખુબ વાયરલ થઇ હતી. જ્યાં એક પિતા વરસાદમાં દીકરી માટે છત્રી લઈને ઉભા છે. જેથી તેની પુત્રી શાંતિથી અભ્યાસ કરી શકે. દક્ષિણ જિલ્લાના સુલિયા તાલુકાના ઘણા સ્નાતક વિદ્યાર્થીઓને નેટવર્કમાં સમસ્યા હોવાને કારણે વરસાદમાં અભ્યાસ કરવાની ફરજ પડી છે. આ એક જ નહિ પંરતુ આવા કેટલાય બાળકો આવી રીતે અભ્યાસ કરવા મજબુર થયા છે. દસમા ધોરણના ઘણા બાળકો પણ અહીં આવે છે અને આવી મુશ્કેલી વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે.

બી.એ.માં ભણતા એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ‘હું બી.એ.માં અભ્યાસ કરું છું, હું સુલિયા તાલુકાના બલક્કામાં છું. અમારી પાસે અહીં કોઈ નેટવર્ક નથી. નેટવર્કના કારણે અભ્યાસ કરવામાં ઘણી તકલીફ પડે છે. ઉપરથી દરરોજ ઓનલાઇન વર્ગો લેવાઈ રહ્યા છે. કોરોના સમયે, 30 થી 40 બાળકો અહીં ઓલાઇન વર્ગો લેવા આવે છે. ચોમાસાના દિવસોમાં ભારે વરસાદ વચ્ચે પણ અમારે અહિયાં આવું પડે છે. અમે અહીં સવારના 9 થી બપોરના 1 વાગ્યા સુધી રોકાઈએ છીએ. બપોરે બે વાગ્યે જમ્યા પછી ફરી અહિયાં આવીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *