કુંડળી, હાથની રેખાઓ, ટેરો કાર્ડ્સ વગેરે દ્રારા ભવિષ્યની ઘટનાઓના સંકેત મળે છે તે ઉપરાંત ઘણી વસ્તુઓ છે જે આ વિશે સંકેત આપે છે. રાત્રે જોયેલા સપના, કેટલાક મહત્વના કામ માટે ઘરની બહાર નીકળી વખતે કેટલીક ખાસ વસ્તુઓ જોવી અથવા વ્યક્તિ સાથે કોઈ ઘટના થવી તેના નસીબની જાગૃતિ અથવા કંઈક ખરાબ થવાના સંકેત સૂચવે છે. આજે અમે એવી વસ્તુઓ વિશે જણાવીએ છીએ જે વ્યક્તિના નસીબને દર્શાવે છે.
જો ક્યાંક જતી વખતે રસ્તામાં શંખ, સિક્કો, ઘોડાની નાળ મળી આવે તો તે ખૂબ જ શુભ છે. રસ્તામાં સ્વસ્તિકની નિશાની જોવી અથવા એવી કોઈ વસ્તુ મળવી કે જેમાં સ્વસ્તિક બનાવવામાં આવે તે ખૂબ જ સારું છે. રસ્તામાં મળેલી આ વસ્તુઓને નમન કરીને ઉપાડી લો. પછી તેમને ઘરના આંગણામાં અથવા બગીચામાં દફનાવો અથવા તેમને પૂજા સ્થળ પર રાખો. તેનાથી તમારું નસીબ ચમકી શકે છે.
ક્યારેક એવું થયું છે કે, ભૂલથી ઉંધા કપડા પહેરી લીધા હોય. જો આવું થાય તો તે શુભ સંકેત છે. તે ધન લાભનો સંકેત આપે છે. જો તમે કોઈ અગત્યના કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છો અને તમને પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે કામમાં સફળતા નિશ્ચિત છે. જો તમે સવારે ઘરની બહાર નીકળતાં જ શેરડીનો ઢગલો જોશો, તો તે ખૂબ જ શુભ છે. આ જીવનમાં આવવા વાળા સુખ અને સમૃદ્ધિની નિશાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.