ફેસબુક પર કરી ફ્રેન્ડશીપ અને પછી છોકરીને ઘરે બોલાવીને ‘સેટિંગ’ ની લાલચમાં કર્યું ન કરવાનું કામ

છત્તીસગઢ: રાયપુર પોલીસ હવે 30 વર્ષના યુવકની શોધમાં છે. આ બદમાશે ફેસબુક દ્વારા એક છોકરી સાથે મિત્રતા કરી હતી. તેને છોકરીનો વિશ્વાસ પણ જીત્યો હતો. ત્યારબાદ તેનો લાભ લઈને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવકની ધમકીઓથી પરેશાન યુવતીએ ખામહરડીહ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. પોલીસ આ કેસમાં ટૂંક સમયમાં યુવકની ધરપકડ કરવાનો દાવો કરી રહી છે.

ખામહરડીહ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતીની ફરિયાદ અનુસાર, ફેસબુક પર ગયા વર્ષે નવેમ્બરમાં આરોપી આશિષે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. સોશિયલ મીડિયા પર મિત્રતા થયા બાદ વાતો શરુ થઇ હતી. ઘણી વખત આશિષ છોકરીને તેની તસવીરો મોકલતો અને તેની પાસે પણ માંગતો હતો.

બંનેએ પોતાના ફોન નંબર એકબીજાને આપ્યા હતા. જ્યારે વાતો થવા લાગી ત્યારે બંને વચ્ચે પ્રેમ શરુ થયો હતો. આશિષની વાતમાં આવીને છોકરી તેને ખામહરદિહમાં તેને મળવા ગઈ હતી. છોકરાએ કહ્યું હતું કે, તેના પિતરાઇ ભાઇનો રૂમ નજીકમાં છે. ત્યાં જઈને વાત કરીએ.

યુવક યુવતીને તેના ભાઈના ઘરે લઈ ગયો હતો. આશિષ આવ્યો ત્યારે ભાઈ રૂમમાંથી બહાર નીકળ્યો હતો. આશિષે તક મેળવીને દરવાજો બંધ કરી દીધો અને યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા લાગ્યો હતો. યુવકે તેને મારી નાખવાની અને બદનામ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી યુવક ત્યાંથી નાસી ગયો હતો. લાંબા સમય સુધી તે બળાત્કારની વાત છુપાવી રહી હતી. આ દરમિયાન યુવક તેને ધમકી આપતો હતો. નિરાશ થઈને યુવતીએ પોલીસમાં જવાનું નક્કી કર્યું અને ઘટના સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *