ગાંધીનગર(ગુજરાત): હાલ રાજ્ય સહિત આખા દેશમાં પેટ્રોલનાં ભાવે ઉછાળો માર્યો છે. દિવસેને દિવસે પેટ્રોલના વધતા ભાવથી સામાન્ય વર્ગના લોકોની મુશ્કેલી વધી છે. હાલ પેટ્રોલનાં ભાવ 100 રૂપિયાની આસપાસ લિટર મળી રહ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધતા પેટ્રોલનાં ભાવ અંગે નિવેદન કરતા જણાવ્યું કે, થોડા દિવસોમાં બધું સારું થઇ જશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રોજગાર મેળાનાં કાર્યક્રમ બાદ પત્રકારો સાથે કરેલી વાતચીત દરમિયાન આ અંગે જણાવવામાં આવ્યું હતુ કે, પેટ્રોલ-ડીઝલના ભાવો વધ્યા છે તે ક્રૂડના ભાવોમાં થયેલા વધારાને આધારિત છે. રાજ્યમાં અન્ય ચીજોના ભાવોમાં સ્થિરતા છે. કોંગ્રેસના સમયમાં ન તો રોટી મળતી હતી કે ન તો દાળ આ સાથે સ્ટિલ અને સિમેન્ટ પણ ગાયબ હતા. આજે ગુજરાતમાં આવી પરિસ્થિતિ નથી. પેટ્રોલ અને ડીઝલનો ભાવ હાલ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે.
જાણવા મળ્યું છે કે, આજે અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર છે. સુરતમાં પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર છે. આ ઉપરાંત, વડોદરામાં પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે.
દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને પાર ગઈ છે. જેમાં જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તામિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન, નાગાલેન્ડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હરિયાણા, લદાખ, કેરળ, પંજાબ, ઓડિશા, સિક્કિમ બિહાર અને આંધ્ર પ્રદેશ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.