પિતાનું સપનુ પૂર્ણ કરવા બન્યા MBBS ડોકટર: સતત ૨૬ દિવસ સુધી આઇસોલેશન સેન્ટરમાં સેવા આપીને કરી જનસેવા

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે ઘરના એક સભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તો જેને લીધે ઘરના અન્ય સભ્યને પણ કોરોનાનું સંક્રમણ ફેલાય છે જે ન ફેલાય તે હેતુસર સુરતની સેવા સંસ્થા દ્વારા આ કોરોના વાયરસની મહામારી સામે લડવા લોકોની વ્હારે આવી છે.

આ કોરોના વાયરસની મહામારીમાં અત્યારે જો સૌથી જરૂરી સુવિધા ઉભી કરવાની હતી તે આઇસોલેશન સેન્ટરની હતી ત્યારે જે દર્દીને ડોકટર દ્વારા ઘરે હોમ આઇશોલેશન થવાની સુચના આપેલ હોય ત્યારે આવા સંજોગોમાં દર્દીને ઘરે અલગ રહેવાની સગવડ ના શકે એમ હોય તેવા દર્દીઓ તથા હોસ્પિટલમાંથી રજા લીધા બાદ ડોકટરની દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓ માટે આઇશોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યા હતા.

આ આઇશોલેશન સેન્ટરમાં ઘણા ડોક્ટરોએ પોતાનો કિંમતી સમય આપીને સેવા આપી હતી. અમે તમને એવા ડોકટર વિશે જણાવીએ કે  જેમને વકીલ બનવું હતું પરંતુ પિતા નું સપનું સાકાર કરવા માટે ડોકટર પણ બન્યા અને પિતાના અનુસાર આઇશોલેશન વોર્ડમાં 25 દિવસ સુધીની સેવા પણ આપી.

આ ડોક્ટરનું નામ છે દેવિકાબેન ભગવાનભાઈ ભીકડિયા, જે પોતાનું ભવિષ્ય બનાવવા માટે વકીલ બનવું હતું પરંતુ તેમના માતા પિતાનું એક સપનું હતું કે તે પોતાના પગે ઉભી થાય અને એક સારી ડોકટર બને. જેને લઈને પોતાના માતા પિતાનું સપનું સાકાર કરવા માટે આગળ વધી.

કોરોનાની આ ખતરનાક મહામારીમાં મારા પિતાને જાણ થઇ કે સુરતના સુદામા આઇસોલેશન વોર્ડમાં ડોક્ટરની જરૂર છે જેને લીધે ડોકટર દેવિકાબેનએ પોતાના પિતાના કહ્યા અનુસાર 25 દિવસ સુધી એક પણ રૂપિયો લીધા વગર નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી જેની મને ખુશી છે કે મેં મારુ સપનું વકીલ બનવાનું હતું પણ આ મહામારીના સમયમાં દર્દીઓની સેવા કરવા મળી જેને લઈને મને ખુબ જ ખુશી થાય છે. સેવા દરમિયાન થાક શું છે એ પણ ખબર નથી રહેતી. આવા કપરા કાળમાં લોકોની સેવા કરવી એજ મારા માટે મોટી વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *