સુરતથી મહાકાલ દર્શન કરવા ગયેલા 1 યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત અને બે યુવકોનો આબાદ બચાવ 

સુરત(ગુજરાત): આજકાલ એવી ઘણી ઘટના સામે આવી રહી છે જેમાં તળાવમાં ડૂબી જવાથી મોત નીપજતા હોય છે. તળાવ કે નદીમાં નાહવાની મજા ક્યારેક સજા પણ બનતી હોય છે. ત્યારે એવી જ એક ઘટના બનવા પામી છે જેમાં બાબા મહાકાલના દર્શને આવેલા 3 યુવકનું રવિવારે શિપ્રા નદીમાં ડૂબવાથી મોત નિપજ્યું છે. જેમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે.

સૂચના મળતાં જ મહાકાલ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી અને તરવૈયાઓની મદદથી ડૂબી ગયેલા યુવક રવિના મૃતદેહને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. ત્રણેય યુવક ઉત્તરપ્રદેશના ગોંડાના રહેવાસી હતી. જાણવા મળ્યું છે કે, જેઓ ગુજરાતના સુરતમાં કામ કરતા હતા. ગયા રવિવારે પણ ઉત્તર પ્રદેશના અલીગઢથી બાબા મહાકાલના દર્શને આવેલા એક યુવકનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, સુરતથી ભગવાન મહાકાલના દર્શન માટે 10 લોકો ઉજ્જૈન આવ્યા હતા. જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. આ બધાં જ સુરતની કપડાં ફેક્ટરીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. ગ્રુપમાંથી રવિ ગુપ્તા, વિષ્ણુ દુબે અને વ્યાસ નામના ત્રણેય મિત્રો શિપ્રા નદીના રામઘાટ પર ભીડ હોવાને કારણે આગળ સિદ્ધા આશ્રમની પાસે આવેલા ઘાટમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન, ત્રણેય યુવક ડૂબવા લાગ્યા હતા જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ રવિ બચી શક્યો નહી.

આજે હરિયાળી અમાસને કારણે શિપ્રા નદીના ઘાટ પર સ્નાનની ભારે ભીડ હતી. શિપ્રા તરવૈયા દળના સભ્ય અને હોમગાર્ડના જવાન રામઘાટ પર પોતાની ડ્યૂટી કરે છે. જેના કારણે બીજા ઘાટ પર થતી દુર્ઘટનાઓમાં રેસ્ક્યૂ કરવામાં સમય લાગી જાય છે. ગયા રવિવારે પણ ઉત્તરપ્રદેશના અલીગઢથી ઉજ્જૈન મહાકાળ મંદિર દર્શન કરવા આવેલા બે મિત્ર સંદીપ શર્મા અને વિશાલ તિવાર શિપ્રા નદીના રામઘાટ પર સ્નાન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન, સંદીપ ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *