શ્રાવણ માસના પહેલા સોમવારે જ સોમનાથ મંદિરમાં ગૂંજ્યો હર હર મહાદેવનો નાદ, દર્શન કરી ભક્તો બન્યા ધન્ય

ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચનાનું શ્રાવણ માસમાં અનેરૂ મહત્વ છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર યાત્રાધામ સોમનાથમાં શિવભક્તોની ભારે ભીડ જામી છે. વહેલી સવારથી જ લોકોની લાંબી લાઇન ભગવાનના ભોળાનાથના દર્શન માટે લાગી છે. સોમનાથમાં શિવલિંગના દર્શન કરી ભાવીકો ધન્ય થયા હતા.

દેશભરમાં શ્રાવણ માસમાં ભગવાન શિવજીની ઉપાસના કરવામાં આવતી હોય છે. દેશ-વિદેશથી સોમનાથ મંદિરે શિવભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે અને ભગવાન સોમનાથની પ્રાંત: આરતીના દર્શન કરી ભાવીકો ધન્ય થયા હતા. ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પાલખી યાત્રામાં ભક્તો ભગવાન સોમનાથના મુખારવિંદ સ્વરૂપના દર્શન કર્યા હતા.

શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે સોમનાથ મહાદેવ મંદિરમાં ભારે ભીડ જોવા મળી છે. ગુજરાતમાં આવેલું આ એકમાત્ર જ્યોર્તિલિંગ છે, તેથી તેનું શ્રાવણ મહિનામાં મહત્વ ખુબ વધી જાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ટ્રસ્ટ દ્વારા કોવિડની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. સોમનાથમાં શ્રાવણ માસ દરમ્યાન દર્શન માટેની લાંબી લાઇનમાં ઉભા રહેલા ભાવિકો વરસાદમાં પલળે નહીં કે તડકો ન લાગે તે માટે ડોમની વ્યવસ્થા પણ કરી છે.

પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને આ વખતે બોરસલ્લીનો શ્રુંગાર કરવામાં આવશે. શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ સોમનાથ આવી પહોંચ્યા હતા. તેમણે સોમનાથ ટ્રસ્ટના સચિવ પી. કે. લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમજ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ભગવાન શિવને અતિ પ્રિય રુદ્રાક્ષનો મહિમા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે, શિવની આંખમાંથી પડેલું આંસુને સામાન્ય ભાષામાં રુદ્રાક્ષ કહેવામાં આવે છે, રુદ્રાક્ષ ના મણકા ખૂબ જ ખાસ હોય છે. આ રુદ્રાક્ષને ધારણ કરનારને માનસિક શાંતિ, શારીરિક સમસ્યામાં રાહત, ભાગ્યનો સાથ સહિતના લાભ થાય છે. મંત્રજાપ માટે પણ રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવામાં આવે છે. રુદ્રાક્ષ અલગ અલગ પ્રકારના હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *