ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાને જયારે એન્કર દ્વારા પૂછવામાં આવ્યું કે આ હેરસ્ટાઇલની પ્રેરણા ક્યાંથી મળી? જવાબ સાંભળીને દંગ રહી જશો- જુઓ વિડીઓ

ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને કોણ નથી ઓળખતું? આજના સમયમાં તેઓ ભારતના સુપરસ્ટાર છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેઓ સમગ્ર દેશ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. આજે, તમામ દેશવાસીઓનું સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર તેઓ છવાયેલા છે. તાજેતરમાં નીરજ ચોપરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો થોડો જૂનો છે, પણ જોવાની મજા આવે એવો છે.

આ વીડિયો @TajinderBagga નામના ટ્વિટર યુઝર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો માત્ર 54 સેકન્ડનો છે, પરંતુ તેને જોયા પછી તમે નીરજનો ભોળો સ્વભાવ જોઇને દીવાના થઈ જશો. આ વીડિયો ક્લિપમાં તમે જોશો કે એક એન્કર નીરજ ચોપરા પાસે જાય છે અને પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે. નીરજ ચોપરા જવાબ આપવા માટે પોતાની સીટ પરથી ઉઠે છે, પછી એન્કર તેને બેસવાનું કહે છે. જ્યારે એન્કર અંગ્રેજીમાં તેમનો પ્રશ્ન પૂછે છે, ત્યારે નીરજ ચોપરા આના પર કહે છે, સર! હિન્દીમાં પ્રશ્નો પૂછો.

એન્કર સવાલ પૂછે છે કે જેવેલિન થ્રોમાં તમને રસ ક્યારે જાગ્યો? નીરજે જવાબ આપ્યો- ગામમાં જુદી જુદી રમતો છે, જ્યારે મેં સિનિયરોને આ રમત રમતા જોયા તો મેં પણ શરૂઆત કરી. એન્કરનો આગળનો પ્રશ્ન છે – હેરસ્ટાઇલ માટે પ્રેરણાદાયી કોણ છે? શાહરૂખ કે સલમાન? આ માટે નીરજ ચોપરાનો જવાબ છે – કોઈ નથી, હું પોતે જ મારા માટે પ્રેરણાદાયી છું.

આ વીડિયોને 26 હજારથી વધુ લોકોએ જોયો છે. 5 હજારથી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે, જ્યારે 1 હજારથી વધુ લોકોએ તેને રીટ્વીટ કર્યો છે. ઘણા યુઝર્સે આ વિડીયો પર શાનદાર ટિપ્પણીઓ પણ કરી છે. ગોલ્ફ ખેલાડી અર્જુન ભાટીએ ટિપ્પણી કરતી વખતે લખ્યું છે કે હું પણ આ ક્ષણનો સાક્ષી છું. હું તે સમયે હું પણ તેમની સાથે હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *