સુરક્ષા જવાનો દ્વારા પંજાબમાં આતંકનું મોટું કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું છે. પોલીસે અમૃતસરમાંથી ટિફિન બોમ્બ અને IED મળી આવ્યા છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા ગામમાંથી 5 હેન્ડ ગ્રેનેડ અને ત્રણ ડિટોનેટર પણ મળી આવ્યા છે. આ વિસ્ફોટકો મળી આવ્યા બાદ સમગ્ર પંજાબમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કહેવાય છે કે આ હથિયારો પાકિસ્તાનની સરહદની બાજુથી ડ્રોન મારફતે છોડવામાં આવ્યા હતા.
ડીજીપી દિનકર ગુપ્તાએ કહ્યું કે અમૃતસરમાંથી કેટલાક હથિયારો મળ્યા છે, કેટલાક ગ્રેનેડ અને ટિફિન બોક્સ બોમ્બ પણ છે. બાળકોના ટિફિન બોક્સમાં આ બોમ્બ મુકવામાં આવ્યો હતો. તે અમૃતસરના લોપકેમાં મળી આવ્યો છે. અમૃતસરમાં રાત્રે સરહદને અડીને આવેલા વિસ્તારમાં ડ્રોનનો અવાજ આવ્યો છે અને તે પછી કંઇક પડવાનો અવાજ આવે છે. માહિતી મળતા જ પોલીસ પહોંચી અને સર્ચ ઓપરેશનમાં વિસ્ફોટકો મળી આવ્યા.
એક બેગમાં 5 હેન્ડ ગ્રેનેડ, 100 9mm કારતુસ તેમજ ટિફિન બોમ્બ મોકલવામાં આવ્યા હતા. ટિફિનમાં IED લગાવવામાં આવ્યું હતું અને તેમાં 2 કિલો RDX નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ કરવા માટે સ્વીચ દ્વારા ટાઇમ બોમ્બ બનાવવામાં આવ્યો હતો.
બોમ્બને એવો બનાવવામાં આવ્યો હતો કે બોમ્બની ખોટી રીતે સંભાળવાથી ચુંબક મૂકીને વિસ્ફોટ થઈ શકે છે. આ સાથે ફોન દ્વારા બોમ્બ ને ઓપરેટ કરી શકાય એમ હતો. આ વિસ્ફોટકો સાથે 3 ડિટોનેટર પણ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ બોમ્બનો ઉપયોગ ઉચ્ચ મૂલ્યના લક્ષ્ય માટે થવાનો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.