ક્રાઈમ સીટી બન્યું અમદાવાદ- હત્યા અને લુંટને અંજામ આપી પોલીસને આપી દીધી ખુલી ધમકી ‘હિંમત હોય તો…’

અમદાવાદ(ગુજરાત): ફરી એકવાર અમદાવાદ ક્રાઇમ હબ બની રહ્યું છે. અવાર નવાર હત્યા બનાવો અને હવે એક પછી એક લૂંટની ઘટના જોવા મળી છે. કાગડાપીઠ વિસ્તારમાં ફિલ્મી ઢબે 16.30 લાખ રૂપિયાની લૂંટ કરી 2 બાઇક સવારો ભાગી ગયા હતા. લૂંટ કરનાર બીજું કોઈ નહિ પણ બે દિવસ પહેલા અમરાઈવાડીમાં હત્યા કરનાર આરોપી જ છે.

મળતી માહિતી અનુસાર, અસામાજિક તત્વો પૂર્વ વિસ્તારની પોલીસને પડકાર આપી રહ્યા છે. બે દિવસ પહેલા અમરાઈવાડીમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીએ જ આ લૂંટ કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઘટના સોમવારે અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારના વણિજ્ય ભવનથી કાંકરિયા ઝૂ સર્કલ વચ્ચે બનવા બન્યો હતો. બાપુનગરમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 12 લાખ રૂપિયાની લૂંટની ઘટનાને 24 કલાક થયા છે. ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 16.29 લાખ રૂપિયાની લૂંટની ઘટના નજરે ચડી છે.

મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકને છરીના 20 ઘા મારીને હત્યા કરનાર કુખ્યાત રાજા ઉર્ફે ભાવેશ સોલંકી નામના આરોપીએ અન્ય વ્યક્તિ સાથે મળી આ લુંટ કરી છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ બંને કર્મચારીઓ અમરાઈવાડી ખાતે આવેલ શ્યામ એજન્સીના હતા. જે એજન્સી પાસે itc ની ડીલરશીપ છે. જેની રોજ બરોજની રોકડ રકમ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વાણિજ્ય ભવન પાસે આવેલ બેંકમાં જમા કરવા જતા હોય છે. આ દરમિયાન સોમવારે આ બનાવ બન્યો હતો. ત્યારે કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની જાણ થતા કાગડાપીઠ, અમરાઈવાડી પોલીસ કાફલો તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ નાકાબંધી કરીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ભોગ બનનાર એક યુવક અને ફરિયાદી એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એકબીજાથી પરિચિત છે અને તેથી ફરિયાદી સામે પણ શંકા રાખી તપાસ કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, રાજા નામનો આરોપી કે જેણે પહેલા અમરાઈવાડીમાં હત્યા કરી પોલીસને પડકાર આપ્યો હતો અને બીજા દિવસે લૂંટ કરીને ફરીથી પોલીસને પડકાર આપ્યો છે. તો હવે પોલીસની ગિરફમાં આરોપી ક્યારે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *