સુરત(ગુજરાત): સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન બહારથી પોસ્કોના કેસનો એક આરોપી પોલીસને ધક્કો મારી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઈ છે. પોલીસે 8મી ઓગસ્ટના રોજ માનસિક બિમાર કિશોરીનું અપહરણ બાદ દુષ્કર્મ કેસમાં રામચંદ્ર ઉર્ફે રામ કાલુ ચરણની ધડપકડ કરવામાં આવી હતી. અગાઉ 4 આરોપીઓમાંથી 3 ની અટકાયત થઇ હતી. જ્યારે રામચંદ્ર પકડાયા પછી આજે તેને કોર્ટમાં પેશ કરવાનો હતો. તે દરમિયાન આરોપી પોલીસ સ્ટેશન બહાર જ પોલીસ કર્મચારીઓને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. જેને કારણે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના 19 જૂન 2021ના રોજની છે. આરોપી રામચંદ્ર ઉર્ફે રામ કાલુ ચરણએ એક માસૂમ બાળકને રૂમ પર બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે વાસના પીડિત રામચંદ્રનો ભોગ બનેલી દીકરીએ સમગ્ર ઘટના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.
આરોપી રામચંદ્ર સહિત એક કિશોર બાળકની પણ ધડપકડ કરાયા પછી પોલીસ બન્નેને મેડિકલ તપાસ માટે સિવિલ પણ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પણ કાયદેસરની કાર્યવાહી દરમિયાન આરોપી રામચંદ્ર આજે કોર્ટમાં રજૂ કરવા પોલીસ કોર્ટ લઈ જવાની તૈયારી કરી રહી હતી. ત્યારે આરોપી રામચંદ્ર પોલીસ સ્ટેશન બહારથી જ પોલીસને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. હાલ તેની શોધખોળ શરુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.