રાજકોટ(ગુજરાત): 11 ઓગસ્ટ 1979ની મચ્છુ જળપ્રલય દુર્ઘટનાએ મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળો ઇતિહાસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ સર્જ્યો હતો. મચ્છુના પુરે હજારો લોકોનો જોવ લીધો હતો અને સેંકડો પશુઓ પુરના પાણીમાં તણાય ગયા હતા. સેંકડો મકાનો તથા ઇમારતો ધરાશયી થયા હતા. ચારેકોર લટકતી માનવ તથા પશુઓની લાશ, સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા આપ્તજનો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચિચિયારીઓથી મોરબીમાં ખોફ્નાક દ્રશો જોવા મળ્યા હતા. આ ઘટનાને આજે ૪૨ વરસી છે, ત્યારે પૂરગ્રસ્તોની આંખમાંથી આજે પણ આંસુના પુર વહી રહ્યા છે.
11 ઓગસ્ટ 1979ના દિવસની વાત કરીએ તો એ દિવસ મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટવાને કારણે મોરબીમાં મોતનું તાંડવઃ જોવા મળ્યું હતું. મચ્છુના પાણીના રાક્ષસી કાળના મોજા આખા શહેરમાં મોત બનીને આવતાની સાથે મોરબી જોત-જોતામાં નષ્ટ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની પણ તક મળી ન હતી. સેંકડો મકાનો, મોટી મોટી ઈમારતોને મચ્છુના પુરે એક જાટકે પતાવી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મચ્છુના પુરે પોતાના ચપેટમાં લીધા હતા. નીચાણવાળા વિસ્તારોમાંથી બચી ગયેલા લોકોને ઉંચાઈ પર પહોચાડ્યા હતા. ત્યાં પણ, મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત કરાયેલા અનેક લોકો પરિવાર સહીત મોતને ઘાટ ઉતરી ગયા હતા.
મચ્છુએ એ દિવસે જે વિનાશ વેર્યો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને ડરાવી દીધા હતા. સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાઈ ગયેલા મૃત દેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબી વાસીઓની આંખમાં દેખાતો ડર, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફ્નાક શહેર બની ગયું હતું.
હજારો લોકો તથા પશુના મોત મચ્છુ જળ હોનારતમાં થયા હતા, તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી. જોકે, જળહોનારતની ઘટના પછી મોરબીને બેઠું કરવા તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ફ્નિીક્સ પંખીની મારફ્ત બેઠા થઈને મોરબી શહેરે ખુમારી અને જિંદાદિલીથી આ શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે. આજે આ જળપ્રલય દુર્ઘટનાની ૪૨ મી વરસી છે. ત્યારે હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક સ્થિતિ યાદ આવતા આજે પણ અસરગ્રસ્તોની આંખમાંથી ભય સાથે આંસુ જોવા મળે છે.
મચ્છું પુરમાં વયોવૃદ્ધ પી.એમ.નાગવાડીયા નો એકનો એક વહાલ સોયો દીકરને તેમને ગુમાવવયો હતો. આ એકજ નહિ, આવા તો અનેક પરિવારો છે. જેમને પોતાના લાડકવાયો કોઈ નો ભરથાર તો કોઈનો માડી જાયો વીર કે કોઈનો આખો પરિવાર મચ્છુ જળ હોનારતમાં હંમેશા માટે મોતને ભેટી પડ્યા હતા. આવી જ રીતે પૂરમાં દૂધીબેન બરાસરાના માતા પિતા સહીતના 11 લોકોના મોત થયા હતા.
તેમની કમનસીબીએ હતી કે, પાણી થી બચવા કારખાનાની ઓફીસમાં બારણું બંધ કરીને અંદર ગયા હતા. પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે, ઓફ્સિ ના દરવાજા તોડીને પાણી અંદર ઘુસી જતા 11 લોકો મોતને ઘાટ ઉતર્યા હતા. આજે 42 વર્ષ પણ હયાત સ્વજનો એ ઘટના ને યાદ કરીને પોતાના દિવગત સ્વજનોને શ્રાદ્ધાંજલિ આપીને કયારેય કુદરતી આવી આપતી ન સર્જાય તે માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે.
બે કુદરતી આપતીઓ મોરબી શહેરે સહન કરી છે. પહેલી કુદરતી આપતી મચ્છુ જળ હોનારત પછી વિશ્વભરમાંથી સહાયનો ધોધ વરસ્યા બાદ મોરબી ફરીથી બેઠું થઇ રહ્યું હતું અને વિકાસની ક્ષિતીજો સર કરી હતી. તેવામાં તે જ વર્ષ 2001માં ફરી કુદરતે થપાટ મારી હતી. અને કાળમુખા ભૂકંપ પછી પણ મોરબીવાશીઓની ખુમારી કે જિંદાદિલીમાં કોઈ ઓટ આવી નથી. બલ્કે બેવડા જોશથી દરેક મોરબીવાસીએ અક્લપનીય વિકાસ સાધ્યો છે. જેના કારણે નાનકડું શહેર જીલ્લો બન્યુ છે અને દેશ જ નહિ આંતર રાષ્ટ્રીય સ્તરે પણ ભારે ખ્યાતી મેળવી છે. સીરામીક અને ઘડિયાળ સહિતના ઉધોગો આપબળે અકલ્પ વિકાસ સાધીને મોરબીને દેશમાં જ નહીં વિશ્વ સ્તરે પણ ખ્યાતી મેળવી છે.
સતત બીજા વર્ષે મોરબીમાં કોરોના મહામારીને કારણે મૌન રેલી યોજાઈ ન હતી. આજે મચ્છુ જળ હોનારત દિન નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા મૃતાત્માઓના સ્મૃતી સ્તંભ મણી મંદિર સામે બપોરે 3.30 કલાકે દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે. કોરોનની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી બે મીનીટનું મૌન રાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.