નીકળ્યા હતા વીકએન્ડ એન્જોય કરવા પણ મળ્યું મોત.. ઘટના જાણી તમારા પણ રુંવાડા ઉભા થઈ જશે 

તાજેતરમાં જ એક ખુબ દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોરોના દરમિયાન વિકએન્ડ એન્જોય કરવા આવેલા અમદાવાદના બે મિત્રને દર્દનાક મોત મળ્યું હતું. અમદાવાદના 6…

તાજેતરમાં જ એક ખુબ દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોરોના દરમિયાન વિકએન્ડ એન્જોય કરવા આવેલા અમદાવાદના બે મિત્રને દર્દનાક મોત મળ્યું હતું. અમદાવાદના 6 મિત્રો મોટરસાઈકલ લઈને મહેમદાવાદ પંથકના ધોડાસર માતાજીના દર્શને અને સિદ્ધીવિનાયક મંદિરના દર્શને આવ્યા હતા.

આ દરમિયાણ વચ્ચે આવતી કેનાલમાં નાહવા પડેલો એક મિત્ર પાણીમાં ડૂબતા અન્ય મિત્ર બચાવવા પડ્યો અને બન્નેના ડૂબી જવાથી મોત નીપજ્ય હતા. જેમાંથી એકનો મૃતદેહ ગઈ કાલે મળી આવ્યો હતો અને બીજા યુવાનનો મૃતદેહ આજે મળી આવ્યો છે. આ ઘટના અંગે મહેમદાવાદ પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, મહેમદાવાદના પંથકમાં આ કરુણાંતિકા ઘટના બની હતી. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં રહેતા 6 મિત્રો એક સાથે ગઈ કાલે વીક એન્ડ ઈન્જોય કરવા મહેમદાવાદ પંથકમાં આવ્યા હતા. આ દરેક મિત્રોએ ભેગા મળીને રવિવારના રોજ મહેમદાવાદના ઘોડાસર ખાતે આવેલા ખોડીયાર મંદિર અને તેનાથી આગળ આવેલા ખાત્રજ ચોકડી પાસેના સિધ્ધિ વિનાયક મંદિરના દર્શન કરવા જવાનો પ્લાન ઘડયો હોવાનું સામે આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, સવારે આ 6 મિત્રો મોટરસાઈકલ લઈને મહેમદાવાદ પંથકમાં આવ્યા હતા. બપોરે તેઓ ઘોડાસર પહોચ્યા હતા. ત્યાં માતાજીના દર્શન કરી ખાત્રજ ખાતેના સિધ્ધી વિનાયક મંદિરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘોડાસર પ્રાથમિક શાળા પાસેથી કેનાલમાં પાણી જોતાં છ મિત્રમાંથી એક મિત્રએ પોતાનું બાઇક અટકાવ્યું અને આ કેનાલના પાણીમાં ન્હાવા પડ્યો હતો.

માથે ગરમી અને વીક એન્ડનો જુસ્સો હોવાથી આ યુવાન કેનાલના પાણીમાં ન્હાવા પડ્યો હતો. થોડી જ વારમાં આ યુવક ડૂબવા લગતા તેને બુમો પાડી હતી. જેથી તેનો અન્ય એક મિત્ર પણ તેને બચવવા કેનાલમાં પડ્યો હતો.  પરંતુ, કુદરતને કઈક બીજું જ મંજુર હોય તેમ જોતજોતામાં આ બન્ને યુવકો ક્નાલના પાણીમાં એક સાથે ડૂબી ગયા હતા. આ દરમિયાન સાથે આવેલા અન્ય મિત્રોએ ઘટનાની જાણ આસપાસના લોકોને કરીને મદદ મેળવી હતી.

ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ મહેમદાવાદ પોલીસને કરવામાં આવતા પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા ગઈકાલે મોદી સાંજે કેનાલમાં જઈને શોધખોળ શરુ કરવામાં આવી હતી. તે દરમિયાન દેવ પરાગ શાહનો મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો. જ્યારે બીજો યુવક યશ પ્રકાશ શાહની કોઈ ભાળ મળી નહોતી.

ત્યારબાદ દેવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. બીજા જ દિવસે યશનો પણ મૃતદેહ કેનાલના પાણીમાંથી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે. ત્યારબાદ તેના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ અંગે મહેમદવાદ પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુની નોંધ કરીને પરિવારજનો તથા મિત્રોના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *