અમેરિકાની અવકાશી સંસ્થા નાસાના સી-લેવલ પ્રોજેક્શન ટૂલને આધાર બનાવીને ઈન્ટરગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ દ્વારા હાલમાં જ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જો કાર્બન એમિશન અને પ્રદુષણને વહેલી તકે રોકવામાં ન આવ્યુ તો તાપમાનમાં 4.4 ડિગ્રીનો વધારો થઇ શકે છે. આગામી બે દાયકામાં જ તાપમાન 1.5 ડિગ્રી વધી જવાનું છે. તાપમાન જેટલું વધશે તેટલી જ ગ્લેશિયરો પિગળવાની ઝડપ પણ વધશે અને જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં તબાહી સર્જાશે અને કિનારે રહેલા શહેરો 3 ફૂટ ઊંડા પાણીમાં ડૂબી જશે.
નાસાએ પ્રોજેક્શન ટુલમાં વિશ્વનો નકશો બતાવીને કહેવામાં આવ્યું છે કે, કેટલા હિસ્સામાં દરિયાની સપાટી કેટલી વધશે. જેમાં ભારત દેશના 12 જેટલા શહેરો વર્ષ 2100 સુધીમાં અડધાથી પોણા ત્રણ ફૂટ સુધી દરિયાના પાણીમાં ડૂબી જશે. જોવા જઈએ તો તેમાં સૌથી વધારે ખતરો ગુજરાતના ભાવનગર શહેરને છે. અગિય વર્ષ 2100 સુધીમાં દરિયાઈ સપાટી 2.69 ફૂટ ઉપર ચાલી જશે.
As communities across the world prepare for the impacts of sea level rise, a new visualization tool provided by @NASAClimate & @IPCC_CH gives users the ability to see what sea levels will look like anywhere for decades to come. Discover more: https://t.co/VAST2xSOyE pic.twitter.com/nePqLntrqv
— NASA (@NASA) August 9, 2021
આ સિવાય બીજા શહેરોમાં દરિયાઈ સપાટી નીચે પ્રમાણે વધી શકે છે. જેમાં કોચી 2.32 ફૂટ, મોમુગાઓ 2.06 ફૂટ, ઓખા 1.96 ફૂટ, તુતીકોરિન 1.93 ફૂટ, પાદાદીપ 1.93 ફૂટ, મુંબઈ 1.90 ફૂટ, મેંગલોર 1.87 ફૂટ, વિશાખાપટ્ટનમ 1.77 ફૂટ દરિયાઈ સપાટી વધી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયામાં 4000 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન થાય છે. આ પ્રમાણ ઘટાડીને 500 કરોડ ટન કરવામાં નહીં આવ્યુ તો તે ધરતી માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. આ કામ 2050 સુધીમાં કરવુ પડશે નહીંતર આવનારી પેઢીઓને પ્રદુષણ, ગરમી અને પૂર જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.