ગુજરાતના માથે વધુ એક મુશ્કેલી: સૌરાષ્ટ્રના આ ત્રણ શહેરો 3 ફૂટ દરિયાના પાણીમાં ડૂબી જશે- જાણો કોણે આપી ચેતવણી

આગામી 79 વર્ષની અંદર એટલે કે વર્ષ 2100 સુધીમાં ભારત દેશના દરિયા કિનારા નજીકના 12 શહેર દરિયાના અઢી ફૂટ પાણીમાં ડૂબી જશે. કારણ કે, સતત…

આગામી 79 વર્ષની અંદર એટલે કે વર્ષ 2100 સુધીમાં ભારત દેશના દરિયા કિનારા નજીકના 12 શહેર દરિયાના અઢી ફૂટ પાણીમાં ડૂબી જશે. કારણ કે, સતત વધી રહેલી ગરમીના કારણે બંને ધ્રુવો પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે, જેને કારણે ભવિષ્યમાં દરિયાની સપાટીમાં પણ વધારો થઇ શકે છે. જેને લીધે દરિયા કિનારે વસવાટ કરતા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં જવાની ફરજ પડશે.

અમેરિકાની અવકાશી સંસ્થા નાસાના સી-લેવલ પ્રોજેક્શન ટૂલને આધાર બનાવીને ઈન્ટરગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ દ્વારા હાલમાં જ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જો કાર્બન એમિશન અને પ્રદુષણને વહેલી તકે રોકવામાં ન આવ્યુ તો તાપમાનમાં 4.4 ડિગ્રીનો વધારો થઇ શકે છે. આગામી બે દાયકામાં જ તાપમાન 1.5 ડિગ્રી વધી જવાનું છે. તાપમાન જેટલું વધશે તેટલી જ ગ્લેશિયરો પિગળવાની ઝડપ પણ વધશે અને જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં તબાહી સર્જાશે અને કિનારે રહેલા શહેરો 3 ફૂટ ઊંડા પાણીમાં ડૂબી જશે.

નાસાએ પ્રોજેક્શન ટુલમાં વિશ્વનો નકશો બતાવીને કહેવામાં આવ્યું છે કે, કેટલા હિસ્સામાં દરિયાની સપાટી કેટલી વધશે. જેમાં ભારત દેશના 12 જેટલા શહેરો વર્ષ 2100 સુધીમાં અડધાથી પોણા ત્રણ ફૂટ સુધી દરિયાના પાણીમાં ડૂબી જશે. જોવા જઈએ તો તેમાં સૌથી વધારે ખતરો ગુજરાતના ભાવનગર શહેરને છે. અગિય વર્ષ 2100 સુધીમાં દરિયાઈ સપાટી 2.69 ફૂટ ઉપર ચાલી જશે.

આ સિવાય બીજા શહેરોમાં દરિયાઈ સપાટી નીચે પ્રમાણે વધી શકે છે. જેમાં કોચી 2.32 ફૂટ, મોમુગાઓ 2.06 ફૂટ, ઓખા 1.96 ફૂટ, તુતીકોરિન 1.93 ફૂટ, પાદાદીપ 1.93 ફૂટ, મુંબઈ 1.90 ફૂટ, મેંગલોર 1.87 ફૂટ, વિશાખાપટ્ટનમ 1.77 ફૂટ દરિયાઈ સપાટી વધી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયામાં 4000 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન થાય છે. આ પ્રમાણ ઘટાડીને 500 કરોડ ટન કરવામાં નહીં આવ્યુ તો તે ધરતી માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. આ કામ 2050 સુધીમાં કરવુ પડશે નહીંતર આવનારી પેઢીઓને પ્રદુષણ, ગરમી અને પૂર જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *