સુરતમાં મોડી રાત્રે મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના છ સભ્યો દટાયા- 2 વર્ષીય બાળકીનું કરુણ મોત

અવારનવાર સોસિયલ મીડિયા પર મકાન ધરાશાયીની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને કારણે કેટલાય લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. સુરતનાં ઓલપાલ તાલુકામાં આવેલ એરથાણ ગામમાં બુધવારની રાત્રે એક મકાન ધરાશાયી થવાની ઘટના ઘટી હતી.

દિવાલ ધરાશાયી થતાં બાજુના અન્ય 2 આવાસ પણ તૂટી પડ્યાં હતાં. આ ઘટનામાં એક જ પરિવારના કુલ 6 લોકો મકાનના કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં. જેમાંથી એક બાળકીનું મોત પણ થયું હતું. કુલ ૪ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

મળી રહેલ જાણકારી મુજબ ગામમાં બુધવારની રાત્રે 10 વાગ્યાનાં સુમારે હળપતિવાસમાં મકાન ધરાશાયી થતા કાટમાળમાં એક જ પરિવારના 6 સભ્યો દટાઈ ગયા હતાં. આ ઘટના બનતાંની સાથે જ ગામલોકો પહોંચી ગયા હતાં તેમજ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત ઉઠાવવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 પહોંચે એના પહેલાં જ લોકોએ ત્રણેક જણાને કાટમાળમાંથી બહાર કાઢીને સાયણની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર વખતે 2 વર્ષીય બાળકીનું મોત થયું હતું.

ફાયર વિભાગની ટીમે કાટમાળ ખસેડવાની જહેમત ઉઠાવી:
ગામલોકોએ 108 સહિત ફાયર વિભાગને પણ જાણ કરી દેતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમજ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતાં. આ ઘટનામાં પરિવારના પરેશભાઈ રાઠોડ, સુનીતાબેન રાઠોડ, પવન, પાયલ, ગણપતભાઈ તથા કમુબેનને ગંભીર ઇજા પહોંચી હતી કે, જેમાંથી પરેશભાઈ, સુનીતા અને પવનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

સમય સૂચકતા વાપરીને બાળકને બચાવી લેવામાં આવ્યો:
ગામવાસીઓ જણાવે છે કે, ઘટના બન્યા પછી તુષારભાઈ નામના યુવાને પવન નામના ૩ વર્ષીય બાળકને સમયસૂચકતા વાપરીને બચાવી લીધો હતો. બાળકને બહાર કાઢયો ત્યારે ધબકારા ધીમે ચાલતા હતા. બાળકને બચાવવા માટે તાત્કાલિક સારવાર આપવી ખુબ જરૂરી હતી. બાળકને મોં માંથી શ્વાસ આપીને પોતાની કારમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો તેમજ બાળકનો જીવ જે-તે સમયે બચી જતાં સ્મીમેરમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો.

ગામમાં આ મકાન જુના અને કાચા હતાં:
એરથાણ ગામના સરપંચ અમિશ પટેલ જણાવે છે કે, આ ઘટના ખુબ દુઃખદ છે. મકાન વર્ષો જુના તેમજ કાચા હતા. ઘટના પછી બધાને સ્વિમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આની સાથે જ સુવિધા સાથે સારવાર મળે એનાં માટે તમામ ઉપાયો કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *