ત્રણ-ત્રણ લગ્ન કેરલી પત્ની અને મહિલા ASIથી કંટાળી યુવકે ઝેર ગટગટાવી લીધું- સમગ્ર ઘટના જાણી…

રાજકોટ બાબરાના ખોરખાણા ગામના યુવાને પત્ની તથા મહિલા ત્રાસથી કંટાળી આજીડેમ બગીચામાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકના ભાઈએ બન્ને મહિલાઓ વિરુદ્ધ રૂપિયા 15…

રાજકોટ બાબરાના ખોરખાણા ગામના યુવાને પત્ની તથા મહિલા ત્રાસથી કંટાળી આજીડેમ બગીચામાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકના ભાઈએ બન્ને મહિલાઓ વિરુદ્ધ રૂપિયા 15 લાખની માંગણી કરતા હોવાનો આક્ષેપ લગાડ્યો હતો. અત્યારે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આજીડેમ પોલીસે યુવકને ત્રાસ આપનાર તેની પત્ની સહિત સાસરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, મૂળ બાબરાના ખોરખાણા ગામે રહેતા અને મજૂરી કામ કરતા મોહિત મનસુખભાઇ રાંક નામના પટેલ યુવકે આજે સવારે આજીડેમ બગીચામાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પછી તેને દિનેશ રાંકને ફોન કરીને જાણ કરી હતી જે સંબંધમાં તેના મોટા ભાઈ છે. મોટાભાઈએ જણાવ્યું હતું કે, આજે મારા નાનાભાઈનો ફોન આવ્યો હતો કે, એક મહિલા અને તેમની પત્ની મીનાક્ષી તેમને પરેશાન નહિ કરે તેથી સમાધાન પેટે રૂપિયા 15 લાખ આપવા નહિ પડે માટે મેં ઝેરી દવા પીધી છે. આટલું કહીને ફોન કાપી નાખ્યો હતો. જેથી હું પરિવારજનો સાથે તરત આજીડેમના બગીચે પહોંચીને મોહિતભાઈને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

દિનેશભાઈ રાંકે વધુમાં જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પૂર્વે મારા ભાઈએ મીનાક્ષી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. હાલ તેની પત્ની મીનાક્ષી લોધિકામાં રહે છે. અને 20 દિવસ પહેલા જ તેને છૂટાછેડા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અરજીના કામે ASI નસરિમબેન બેલીમ મારા ભાઈ મોહિતને બોલાવીને માનસિક ત્રાસ આપતા હતા. તેની સાથે છૂટાછેડા કરવા માટે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

મોટાભાઈએ જણાવ્યું હતું કે, તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી તેથી મારા ભાઈ મોહિતે તેની પત્ની મીનાક્ષી તથા સાસરિયાના ત્રાસથી કંટાળીને આજે આ પગલું ભર્યું છે. લગ્ન બાદમાં અમને ખબર પડી કે, મીનાક્ષી પહેલા પણ ત્રણ લગ્ન કરી ચુકી છે. અને એ ત્રણેય ઘરવાળા પાસે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરીન પૈસા પડાવ્યા છે. તેને આજીડેમ પોલીસને ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *