જયારે 10 વર્ષીય બાળકીએ પ્રધાનમંત્રીને પૂછ્યું કે, ‘આપ રાષ્ટ્રપતિ ક્યારે બનશો?’ તો PM મોદીએ કહ્યું…

હાલમાં એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને આપને ખુબ આશ્વર્ય થશે. દેશના PM મોદી જ્યારે પણ કોઈ નાની બાળકીના મેલનો રિપ્લાઈ આપે તેમજ બાળકીની ઈચ્છા પુર્ણ થઈ જાય ત્યારે કેવો નજારો જોવા મળતો હશે વિચારો. આ મામલો મહારાષ્ટ્રના સાંસદ સંજય બિખે પાટિલની દિકરી સાથે જોડાયેલો છે.

જ્યારે 10 વર્ષીય બાળકીએ PM મોદીને મેલ કર્યો તો PM મોદીએ પણ આ બાળકી સાથે મુલાકાત કરી હતી.
દેશના પ્રધાનમંત્રી જ્યારે કોઈપણ નાની બાળકીના મેલનો પ્રત્યુતર આપે તેમજ બાળકીની ઈચ્છા પુર્ણ થઈ જાય ત્યારે કેવો નજારો જોવા મળતો હશે વિચારો.

બાળકીને મળવા માટે બોલાવી:
આ મેલમાં લખતા જણાવ્યું હતું કે, હું અનિશા છુ તેમજ હું આપને મળવા માગુ છું. જો કે, થોડી વારમાં તેની વાતનો જવાબ પણ આવ્યો હતો. બાળકીના હરખનો પાર ન રહ્યો હતો કે, જયારે સામેથી વડાપ્રધાને તરત જવાબ આપતા અનિશાની ઈચ્છા પુર્ણ થઈ ગઈ હતી.

બીજા જ દિવસે વિખે પાટિલનો પરિવાર PM મોદીને મળવા માટે પહોંચી ગયો હતો કે, જ્યાં સૌપ્રથમ PM મોદીએ પૂછ્યુ હતું કે, અનિશા ક્યાં છે ? ત્યારપછી તેમણે 10 મીનિટ સુધી અનિશા સાથે વાત કરી હતી. અનિશાને ચોકલેટ પણ આપી હતી. ત્યારપછી ફરી વાતો કરવા લાગ્યા હતા. થોડી વારમાં અનિશાએ વડાપ્રધાનને પુછવાની શરૂઆત કરી હતી. શું આ તમારી ઓફિસ છે, શું તમે અહીં બેસો છો. આ આપનું કાર્યાલય છે. કેટલી મોટી ઓફિસ છે આ!

વડાપ્રધાનની વાતચીત:
PM મોદીએ જવાબ આપતા કહ્યું હતું કે, હા આ મારુ કાર્યાલય છે, હું તને મળવા આવ્યો હતો. કારણ કે, તું આવી હતી. હું અહીં તારી સાથે વાત કરવા માટે આવ્યો છું. જ્યારે PM નરેન્દ્ર મોદી ઉત્તર આપી રહ્યા હતા ત્યારે અનિશાએ ફરી સવાલ કર્યો હતો કે, શું તમે ગુજરાતના છો ? તો આપ રાષ્ટ્રપતિ ક્યારે બનશો તો મોદી હસવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *