કોરોનાની ત્રીજી લહેરે લીધી દસ્તક! શાળાઓ ખુલતાની સાથે જ એકસાથે ૩૦૦ બાળકો આવ્યા ઝપેટમાં…

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ભલે કોરોનાની બીજી લહેર ધીમેં-ધીમેં પૂર્ણ થઇ રહી હોય પણ હજુ કોરોનાના કેસનો આંકડો જોઇએ તો તેટલાં…

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ભલે કોરોનાની બીજી લહેર ધીમેં-ધીમેં પૂર્ણ થઇ રહી હોય પણ હજુ કોરોનાના કેસનો આંકડો જોઇએ તો તેટલાં પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. આવી પરીસ્થિતિમાં શાળાઓ શરૂ કરવી એ બાળકો માટે ખુબ જોખમકારક નીવડી શકે છે.

કારણ કે, નિષ્ણાંતોએ પણ ત્રીજી લહેરમાં સૌથી વધુ બાળકો સંક્રમિત થશે એવું કહ્યું છે ત્યારે હવે સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક લીધી હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે, બેંગલુરૂમાં લગભગ 6 દિવસમાં કુલ 300થી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.

અન્ય રાજ્યોમાં પણ બાળકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે ત્યારે અહીં પ્રશ્ન ઉભો થાય છે કે, શું ગુજરાતમાં પણ કોરોનાકાળમાં સ્કૂલો શરૂ કરવી એ યોગ્ય છે? સમગ્ર દેશમાં શાળાઓ શરુ થતાની સાથે જ હવે બાળકો પર ખતરો મંડાઇ રહ્યો છે કે, જેનું પરિણામ કર્ણાટકના બેંગલુરૂમાં જોવા મળ્યું છે.

કોરોનાના કેસ ઓછાં થઈ જતાં સ્કૂલો શરુ થતાની સાથે જ બેંગલુરૂમાં ભયાનક દ્રશ્યો સર્જાયા છે. શહેરમાં લગભગ 6 દિવસમાં કુલ 300થી પણ વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. શહેરનો આ આંકડો ખૂબ જ તેજીથી આગળ વધી રહ્યો છે. બેંગલુરૂ પ્રશાસને બહાર પાડેલ આંકડા પ્રમાણે 9 વર્ષ સુધીના અંદાજે 127 તેમજ 10થી લઈને 19 વર્ષના અંદાજે 174 બાળકો કોરોના પોઝિટિવ આવ્યાં છે.

હિમાચલ પ્રદેશમાં અંદાજે 62 વિદ્યાર્થીઓ કોવિડની ઝપેટમાં આવી ચુક્યા છે તો પંજાબમાં પણ કુલ 27 બાળકો કોરોના પોઝિટિવ થયા છે. હરિયાણાની શાળાઓમાં પણ કોરોનાના કેસ જોવા મળ્યાં છે. હિમાચલ પ્રદેશે 22 ઓગસ્ટ સુધીમાં શાળા બંધ કરવાની વાત જણાવી છે.

આપને જણાવી દઈએ કે, હરિયાણામાં 9-12 ધોરણ સુધીની શાળાઓ જુલાઈ માસમાં શરુ કરી દેવામાં આવી હતી, જ્યારે પંજાબે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં શાળાઓ શરુ કરી હતી. હરિયાણાએ પણ 9-12મી શાળાના વિદ્યાર્થીઓને 2 ઓગસ્ટથી બોલાવવાની શરૂઆત કરી દીધી હતી.

આવી સ્થિતિની વચ્ચે રાજ્યમાં પણ સ્કૂલો શરુ કરવાનો નિર્ણય લાગે છે કે, ત્રીજી લહેરને સામેથી જ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જો બીજા શહેરોમાં બાળકો કોરોના સંક્રમિત થઇ રહ્યાં હોય તો રાજ્યમાં પણ સ્કૂલો ખોલવી શું હિતાવહ છે? જો ત્રીજી લહેર શરૂ થતાની સાથે બાળકો કોરોના પોઝિટિવ થશે તો જવાબદાર કોણ રહેશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *