વડોદરા(ગુજરાત): ગુજરાતમાં હિટ એન્ડ રનના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરા શહેર નજીકના આજવા બ્રિજ પર પુરઝડપે જઇ રહેલી ટ્રકે સયાજીપુરા ગામના યુવકને અડફટે લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં જ બાપોદ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આજે વહેલી સવારે વડોદરા શહેર નજીક આવેલી L&T કંપનીમાં નોકરી કરતો વિપુલ ઘનશ્યામભાઇ ભાલીયા ઘરેથી નોકરી પર જવા એક્ટિવા લઇને નીકળ્યો હતો અને સવારે 6.45 વાગ્યાની આસપાસ કાશીદા પાર્ટી પ્લોટની સામે આવેલા આજવા બ્રિજ પરથી પસાર થતો હતો. તે દરમિયાન પાછળથી આવતા ટ્રકએ વિપુલને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવાનના પેટ અને માથાના ભાગે ટ્રકના ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ વિપુલનું દુઃખત મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો હતો.
બાપોદ પોલીસ સ્ટેશનનો કાફલો અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડીને વધુ કાર્યવાહી શરુ કરી છે. મળતી માહિતી અનુસાર, મૃતક યુવાન વિપુલનો એક જુડવા ભાઇ પણ છે. અકસ્માતથી વિપુલનું મોત થઇ જતા ભાલીયા પરિવારના બે જુડવા ભાઇઓમાંથી એકનું મોત થઇ જતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.