જોતજોતામાં સ્પાઈડર મેનની જેમ વીજળીના થાંભલા પર ચડી ગઈ વૃદ્ધ મહિલા- જુઓ વિડીયો

બનાસકાંઠા(ગુજરાત): સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

હાલ એક વીડિયો બનાસકાંઠાનો વાયરલ થયો છે. જેમાં એક મહિલા વીજ પોલ પર ચઢતી દેખાય છે. આ મહિલા કોઈ પણ ટેકા વગર સ્પાઈર મેનની જેમ વીજ પર ચઢી જાય છે. આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર બનાસકાંઠા જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા અગમ્ય કારણોસર વીજ પોલ પર ચઢતી દેખાઈ રહી છે. આ મહિલા કયા કારણોસર આવી રીતે વીજ પોલ પર અચાનક ચઢી જાય છે તેનું રહસ્ય હજુ અકબંધ છે.

વીડિયોમાં ભાષા અને મહિલાએ પહેરેલા કપડાં પરથી વીડિયો બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. લોકો વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલાના આ સાહસના વખાણ કરી રહ્યાં છે. જે સ્પીડથી મહિલા વીજ પોલ પર ચઢી રહી છે તે જોવા જેવુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *