શિક્ષક દંપતીની 17 વર્ષીય દીકરીએ બિલ્ડીંગ પરથી કુદકો મારી ટુકાવ્યું જીવન

પારડી(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ દરમિયાન, વલસાડ જિલ્લાના પારડી શહેરના અરિહંત ટાઉનશીપમાં ટેરેસ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી દેતા ચકચાર મચી જવા પામી હતી. શિક્ષક દંપતીની પુત્રીએ બિલ્ડિંગના ટેરેસ પરથી કૂદકો લગાવતા ટાઉનશિપમાં દોડધામ મચી ગઇ હતી.

મળતી માહિતી મુજબ, પારડી સ્ટેટ બેંકની ગલીમાં આવેલી અરિહંત ટાઉનશિપમાં સી બિલ્ડીંગ આવેલી છે. ચાર માળની આ બિલ્ડિંગના 202 નંબરના ફ્લેટમાં રહેતા ધર્મેશભાઈ નારણભાઈ પટેલ કોપરલી ગામની શાળામાં આચાર્ય તરીકે  ફરજ બજાવે છે . જ્યારે તેમના પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જાણવા મળ્યું છે કે, આ શિક્ષક દંપતીની પૂજા અને રિદ્ધિ એમ બે પુત્રીઓ છે. જેમાંથી રિદ્ધિ નામની 17 વર્ષીય પુત્રી આજે ઘરના સભ્યોને બિલ્ડિંગના ટેરેસ પર ચાલવા જાઉં છું તેવું બહાનું બતાવી અને ઘરેથી નીકળી ગઈ હતી.

તેના થોડા સમય બાદ જ બિલ્ડિંગ નીચેથી બૂમાબૂમનો અવાજ સંભળાતા શિક્ષક દંપતી પણ નીચે ઉતર્યા હતા. દ્રશ્ય જોઈ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે, આ શિક્ષક દંપતીની 17 વર્ષીય વહાલી દીકરી રિદ્ધિએ બિલ્ડિંગના ટેરેસ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી. બિલ્ડીંગના ટેરેસ પર ચપ્પલ અને ચશ્માં મૂકીને તેને કૂદકો લગાવી દીધો હતો. ત્યારબાદ તાત્કાલિક તેને પારડીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, કમનસીબે ફરજ પરના તબીબોએ રિદ્ધિને મૃત જાહેર કરી હતી.

આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રિદ્ધી સહજ બીમારીથી પીડાતી હતી. આથી બીમારીથી કંટાળીને તેણે આ અંતિમ પગલું ભર્યું હોય તેવું મનાઇ રહ્યું છે. જોકે, પોલીસ દ્વારા મોતનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *