કાતિલ ઠંડીમાં સ્વેટરની સાથે રેઇન-કોટ પણ રાખજો તૈયાર, આગામી 24 કલાકમાં આ વિસ્તારમાં પડશે વરસાદ- અંબાલાલ પટેલની આગાહી

ગુજરાત(Gujarat): રાજ્યમાં માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ત્યારે રાજ્યના કમોસમી વરસાદ(Unseasonal rains)ને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ(Ambalal PatelAmbalal Patel) દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે, ઉત્તર-મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.

એક બાજુ રાજ્યમાં ગુલાબી ઠંડીનું જોર ખુબ જ વધી રહ્યું છે. ત્યારે હવે આ ભર ઠંડી વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં અવી છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાક વાદળ છાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થઇ શકે છે. શિયાળાની શરૂઆતમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે અને લો પ્રેશરને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

અરબી સમૃદ્રમાં લો પ્રેશર સક્રિય થતા લો પ્રેશરને કારણે અલગ અલગ વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કમોસમી વરસાદ ત્યારે રાજ્યમાં હવે બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે કારણ કે, વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળી છે, તો બપોરના સમયે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે, તે વચ્ચે હવે માવઠાંના સમાચાર સામે આવી રહ્યા છે. જેને લઈને શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ચુક્યા છે.

સાથે અંબાલાલ પટેલે 48 કલાકમાં રાજ્યમાં ધીરેધીરે વરસાદનું જોર ઘટશે તેવું પણ કહ્યું છે અને નવેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે અને જેને લીધે આ વર્ષે શિયાળામાં કાતિલ ઠંડી અનુભવાશે. સાથે જ 1 અને 2 ડિસેમ્બરના રોજ ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવું પણ જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *