અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ પોતાનો સંપૂર્ણ કબજો કરી લીધો છે જે બાદ અફગાનિસ્તાનમાં ખુબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અફગાનિસ્તાનના એરપોર્ટ પર લોકોની ખુબ જ ભીડ જોવા મળી રહી છે. ભીડને કાબુમાં લેવા માટે અમેરિકી સૈનિકો દ્વારા ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું. એટલી ગંભીર પરિસ્થિતિ પેદા થઇ છે કે, એરપોર્ટ પર કોઈ વીઝા પણ ચેક નથી કરી રહ્યું. ત્યારે હવે અફઘાનિસ્તાનમાં ખરાબ થઈ રહેલી સ્થિતિની વચ્ચે રશિયાએ એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે જેને લઈને આખું વિશ્વ ચોંકી ગયું છે.
જોવા જઈએ તો હકિકતમાં રશિયાએ કહ્યું છે કે, તાલિબાની શાસનમાં કાબૂલની સ્થિતિ અશરફ ગનીની સરખામણીએ ઘણી સારી રહેશે. અફઘાનિસ્તાનમાં રશિયાના રાજદૂત દિમિત્રી જિરનોવે તાલિબાનના વખાણ કરતા કહ્યું છે કે, કટ્ટરપંથી ઈસ્લામી ગ્રુપ તાલિબાને પહેલા 24 કલાકમાં કાબૂલને અશરફ ગની શાસનની સરખામણીએ વધારે સુરક્ષિત બનાવી દીધું છે. હાલમાં અફઘાનિસ્તાનમાં સ્થિતિ શાંતિપૂર્ણ અને સારી છે અને શહેરમાં હવે બધું જ શાંત થઈ ગયું છે અને વાતાવરણ પણ શાંત થઇ ગયું છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, જિરનોવે આ વાત મોસ્કોના એકો મોસ્કિવી રેડિયો સ્ટેશન સાથે કરતા કહી હતી. આ પરથી કહી શકાય કે રશિયાના રાજદૂતે તાલિબાનોના વખાણ કર્યા છે.
જિરનોવે જણાવતા કહ્યું છે કે, અશરફ ગનીનું શાસન પત્તાના મહેલની જેમ વિખરાઈ ગયુ છે. અશરફ ગનીનું શાસન દરીમિયાન સમયે અવ્યવસ્થા ચરમ સીમા પર હતી. અશરફ ગનીના શાસન દરીમિયાન લોકોએ આશા ગુમાવી દીધી હતી અને વિકાસ પણ શૂન્ય થઈ ગયો હતો. પરંતુ હવે તાલિબાનના 24 કલાકમાં શાસનથી ખબર પડી કે શહેરમાં આવનાર દિવસોમાં બધુ બરાબર થઈ જશે.
સાથે સાથે વધુમાં જણાવતા જિરનોવે કહ્યું છે કે, શરુમાં હથિયાર વગરના તાલિબાનીઓએ કાબૂલમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ સરકાર અને અમેરિકન દળોને પોતાના હથિયાર આત્મસમર્પણ કરવા કહ્યું હતુ. પરંતુ જ્યારે તેમણે ઈન્કાર કર્યો તો તેમની હથિયાર ધારી ટીમે કાબૂલમાં પ્રવેશ કર્યો અને ત્યાર બાદ અશરફ ગની ડરીને ભાગી ગયો. અશરફ ગનીના ભાગ્યા બાદ અફઘાનિસ્તાનમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો. રશિયન રાજદૂતે કહ્યું છે કે, તે તાલિબાને પહેલા જ રશિયા દૂતાવાસની સુરક્ષા પરિધિ પર નિયંત્રણ કરી દીધુ હતુ. જેમાંથી 100 થી વધારે કર્મચારીઓ છે. જિરનોવે જણાવતા કહ્યું છે કે, મંગળવારે તે તાલિબાનની સાથે વિસ્તૃત સુરક્ષા વાર્તા કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.