જો તમે પણ સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. ભારતીય રેલવેમાં ફિટર, વેલ્ડર, વાઇન્ડર, મશીનિસ્ટ, કાર્પેન્ટર,ઈલેક્ટ્રીશયન, પેન્ટર, મિકેનિક અને વાયરમેન ના ટ્રેડર્સ પર એપ્રેન્ટિસ ની તક આપવામાં આવે છે. જો તમે પણ રેલવેમાં નોકરી કરવા ઈચ્છો છો તો 1664 ખાલી પદો માટે 1 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે.
પસંદગી પામેલ ઉમેદવારને પ્રયાગરાજ, ઝાંસી અને આગ્રા ડિવિઝનમાં રેલવે તરફથી ભરતી કરવામાં આવશે. અરજી, સિલેક્શન અને ભરતી ને લગતી સંપૂર્ણ માહિતી ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશનમાં જોઈ શકે છે. રેલ્વે રિક્રુટમેન્ટ સેલ RRC ની સત્તાવાર વેબસાઇટ rrcpryj.org વિગતવાર નોટિફિકેશન જોઈ શકો છો.
આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા બે ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. રેલવેમાં એપ્રેન્તિન્સ કરવા માટે ઇચ્છુક ઉમેદવાર 1 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.લેવલ 1 ના પદો પર સીધી ભરતીમા ઉમેદવારોને 20 ટકા પદોમાં માન્યતા પણ આપવાનું પણ કામ કરવામાં આવશે, પસંદગી પામેલ ઉમેદવારને 18000/- થી લઈને 56000/- રૂપિયા સુધીના વેતન પર રેલવેમાં નોકરી પર લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.