15 ઓગસ્ટના રોજ કાયમ માટે આઝાદ થઇ ગયો યુવાન- સવારે ચાલવા નીકળ્યો હતોને બીજા દિવસે મળી લાશ

છત્તીસગઢ: છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં એક યુવકની લાશ ખેતરમાં પડેલી મળી હતી. 15 ઓગસ્ટની સાંજે યુવક ઘરેથી ફરવા માટે નીકળ્યો હતો, પરંતુ ફરી પાછો આવી શક્યો ન હતો. મંગળવારે સવારે તેની લાશ ગામના જ ખેતરમાં મળી આવી હતી. મૃતકના શરીર અને ચહેરા પર ઈજાના નિશાન છે. આશંકા છે કે યુવકની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. સમગ્ર મામલો લોરમી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

સ્વતંત્રતા દિવસના દિવસે ચરણીટોલામાં રહેતો મહેન્દ્ર એવું કહીને ઘરેથી નીકળ્યો હતો કે હું, ફરવા જઈ રહ્યો છે. આ દરમિયાન મોડી રાત સુધી તે ઘરે પરત ફર્યો ન હતો. પરિવારના સભ્યોએ આજુબાજુ શોધખોળ કરી પરંતુ મેંદ્રા વિશે કહી ખબર મળી ન હતી. આ પછી પરિવાર પણ સવારે તેને શોધતો રહ્યો હતો. પરંતુ મહેન્દ્રનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેના કારણે, સોમવારે પરિવારના સભ્યોએ લોરમી પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પર પોલીસ તેની શોધખોળ શરુ કરી હતી.

મંગળવારે સવારે ગામનો એક માણસ તેના ખેતરમાં કામ કરવા ગયો હતો, ત્યાં તેણે મહેન્દ્રનો મૃતદેહ પાકની વચ્ચે પડેલો મળ્યો હતો. આ પછી તેણે મહેન્દ્રના પરિવારના સભ્યોને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને મહેન્દ્રનો મૃતદેહ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારે જણાવ્યું હતું કે, મહેન્દ્રના શરીર અને ચહેરા પર ઈજાના નિશાન છે. આ કારણે તેમને શંકા છે કે મહેન્દ્રની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો છે.

લાશ મળ્યા બાદ આ માહિતી લોરમી પોલીસને પણ આપવામાં આવી છે. આ પછી પોલીસે મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસ આ મામલે દરેક ખૂણાથી તપાસ કરી રહી છે. તે પણ તપાસ કરવામાં આવી રહી છે કે યુવકની અગાઉ કોઈની સાથે દુશ્મની હતી. એવું કહેવામાં આવ્યું છે કે, યુવકે માત્ર 2 વર્ષ પહેલા 10 મા સુધી અભ્યાસ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *