ભોપાલ: આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બનતા હોય છે. આ દરમિયાન, ફરીવાર એક ગંભીર અકસ્માતનો બનાવ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બન્યો છે. જેમાં એક સાથે પાંચ મિત્રોના મૃત્યુ થઇ ગયા હતા.
જાણવા મળ્યું છે કે, આ ગંભીર અકસ્માતનો બનાવ ભોપાલના મિસરોડ વિસ્તારના હોશંગાબાદ રોડ ઉપર આવેલા સુરેન્દ્ર લેન્ડ માર્ક સામે રવિવારે વહેલી સવારે સર્જાયો હતો. જેમાં ચાર મિત્રો હાઈ સ્પીડ કાર ચલાવીને રાત્રીના ત્રણ વાગ્યાના સમયે જઈ રહ્યા હતા. ત્યારે તેમની કાર ટાઇલ્સ ભરેલી ટ્રકને પાછળથી ટકરાઈ ગઈ હતી. કારની જોરદાર ટક્કરથી ટ્રક પણ તેની જગ્યા ઉપરથી ખસી ગયો હતો.
આ અકસ્માત થવાથી કારમાં સવાર પાંચમાંથી ચાર મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. લોકોએ પોલીસને આ અકસ્માતની જાણ કરી અને પોલીસ દ્વારા આવીને જેસીબીની મદદ લઈને આ મૃતદેહને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બધી તપાસ કર્યા બાદ એવું જાણવા મળ્યું કે, આ કારની સ્પીડ ખુબ જ વધારે હતી અને તેના લીધે જ એક સાથે ચાર મિત્રોના અકસ્માત થવાથી મોત નીપજ્યા છે.
જાણવા મળ્યું કે આ બનાવમાં, અવધપુરીમાં રહેતો આદિત્ય પાંડે જેઓ હોશંગાબાદ રોડ ઉપર તેના મિત્ર હની સહીત પાંચ મિત્રો કારમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચિનર કોલોનીની અંદર હોશંગાબાદ રોડ ઉપરથી ટર્ન મારી રહ્યો હતો. આ દરમિયાન, આ હાઈ સ્પીડ કારની ટક્કર થઇ ગઈ હતી, જેથી ચાર મિત્રોના મોત નીપજ્યા હતા અને એક મિત્રને ઘણી ઈજાઓ પહોંચી હતી તેથી તેને સારવાર માટે નર્મદા ટ્રોમા સેન્ટરમાં લઇ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.