અમદાવાદ(ગુજરાત): અમદાવાદ શહેરમાં એક યુવકે લગ્નની લાલચ આપીને 17 વર્ષની સગીરા સાથે બળત્કાર ગુજાર્યું હતો. આ અંગે જયારે સગીરા ગર્ભવતી બની અને પાંચ માસ પછી તેના પરિવારને પણ જાણ થઈ હતી. ત્યારે સગીરાના પરિવારજનોએ સારવારનો ખર્ચ માંગી સાથે આવવા કહેતા યુવક અને તેના પરીવારે સગીરા અને તેની માતા સાથે ઝઘડો થયો હતો. જેનાથી પરેશાન થઈને સગીરા અને તેની માતાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં યુવક અને તેના પરીવારના વિરુધ પોક્સો સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને પોલીસે 4 લોકોની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, ઈસનપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષના સગીરા તેના પરીવાર સાથે રહે છે. સગીરાની નાનીના ઘર પાસે સુનીલ ઉર્ફે ચૂનો રહેતો હોવાથી અવારનવાર સગીરા સાથે મળતો હતો. જેને કારણે બંન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા હતા. ત્યારબાદ સગીરાને સુનીલે લગ્ન કરવાનું કહ્યું હતું. થોડા દિવસો બાદ રાજકોટ સગીરાની મોટી બહેનની સગાઈ નક્કી કરવાની હોવાથી સગીરાનો પરીવાર ગયો હતો. ત્યારે તેના નાના સાથે સગીરા એકલી ઘરે હાજર હતી. તે દરમિયાન સુનીલ સગીરાને મળ્યો હતો અને મારે તારી સાથે વાત કરવી છે તેમ જણાવીને સુનીલ તેના એક મિત્રના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપીને બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર બનાવ અંગે પોતાની બદનામી ના ડરથી સગીરાએ કોઈને જાણ કરી ન હતી. જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા અને પેટ બહાર આવતા અને માસિક ન આવતા સગીરાને જાણ થઈ હતી કે, તે ગર્ભવતી છે અને તેને 5 માસથી વધુનો ગર્ભ છે. જેની જાણ તેણે સુનીલને કરી ત્યારે તેની લગ્નની ના પાડી હતી. સગીરાના પરીવારજનોને પણ આ અંગેની જાણ થતા સુનીલ અને તેના પરીવારને મળવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
ત્યારે સગીરાનો પરિવાર આ યુવકના ઘરે ગયો અને તેની આ કરતૂતની જાણ કરતા સુનિલના પરિવારજનો આવેશમાં આવી ગયા અને ખર્ચ આપવાની મનાઈ કરી દીધી હતી. જેને કારણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં સગીરાએ સુનિલ અને તેના પરીવારના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહીતનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે. પોલીસે 4 લોકોની ધરપકડ કરીને મેડીકલી પુરાવા ભેગા કરવાની કાર્યવાહી શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.