ઘોડાનો જીવ બચાવવા માટે પોર્ન સ્ટાર બની મહિલા, આજે છે કરોડોની માલિક

અમેરિકા: અમેરિકી પોર્ન સ્ટાર અને ડાયરેક્ટર કાયડેન ક્રોસ છે. યુનિવર્સિટીની ફી ભરવા માટે કોઈ જમાનામાં વેઇટરની નોકરી કરનારી આ ક્રોસની પાસે આજે કરોડોની સંપત્તિ છે.…

અમેરિકા: અમેરિકી પોર્ન સ્ટાર અને ડાયરેક્ટર કાયડેન ક્રોસ છે. યુનિવર્સિટીની ફી ભરવા માટે કોઈ જમાનામાં વેઇટરની નોકરી કરનારી આ ક્રોસની પાસે આજે કરોડોની સંપત્તિ છે. એટલુ જ નહીં, પોર્ન ઇન્ડસ્ટ્રીનો ઓસ્કાર પણ છે. ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ કલાકારના રૂપમાં તેને ગણવામાં આવે છે. પરંતુ નહીવત લોકો જાણે છે કે, સ્ટૂડન્ટ લાઇફ છોડી તેને એડલ્ટ ફિલ્મોમાં આવવું મજબૂરી હતી.

મળતી માહિતી અનુસાર, પોતાની મજબૂરીનો ખુલાસો કાયડેન ક્રોસે કર્યો હતો. આજે ક્રોસની પાસે 3.2 બિલિયન પાઉન્ડ (32,68,09,140 રૂપિયા) ની સંપત્તિ છે. ગયા વર્ષે તેને બેસ્ટ ડાયરેક્ટર માટે AVN પુરસ્કાર પણ અપવવામાં આવ્યા હતા. આ પુરસ્કાર જીતનારી તે બીજી મહિલા બની હતી. જ્યારે એડલ્ટ ફિલ્મોમાં કાયડેન ક્રોસે કામ કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેના પરિવાર અને મિત્રો તેનાથી નાખુશ થયા હતા. તેને જણાવ્યું હતું કે, તે બેરોજગાર થઈ જશે. ક્રોસને ખ્યાલ હતો કે, તે જે કરી રહી છે તેનાથી તેનો પરિવાર ખુશ થશે નહીં, છતાં પણ તેણે એડલ્ટ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો હતો.

પોર્ન સ્ટારના જણાવ્યા અનુસાર, તેને એડલ્ટ ફિલ્મમાં કામ કરવા માટે મજબૂર 2003ની એક ઘટનાએ કરી હતી. ક્રોસના જણાવ્યા પ્રમાણે, હું ઘણી પાર્ટ ટાઇમ જોબ કરતી હતી, જેથી યુનિવર્સિટીની ફી ભરી શકું. આ દરમિયાન મારી મુલાકાત એક ઘોડા સાથે થઈ, ઘોડાની હાઈટ વધુ નહતી. તેથી પુરૂષ તેના પર સવારી કરતા ન હતા અને બાળકો પ્રમાણે તે ખતરનાક હતો. હું તેની સાથે વધુ સમય પસાર કરતી હતી. એક દિવસ ઘોડો મેદાનમાં ફરી રહ્યો હતો ત્યારે એક કાઉબોય જોરથી તેના પર કુડ્યો અને તેના પગનું હાડકું ભાંગી ગયું હતું. ઘોડાના માલિકે કહ્યું હતું કે, તેની પાસે સારવારના પૈસા ન હતા, તેથી તે તેને સ્લોટર હાઉસ મોકલી આપશે. તેનાથી ઓછા સમયમાં થોડી કમાણી થઈ જશે. આ સાંભળી ક્રોસ ખુબ દુખી થઈ હતી. ઘોડાને બચાવવા માટે તેને ઘોડાના ખરીદવાનું વિચાર્યું પણ તેની પાસે પૈસા ન હતા.

પોર્ન સ્ટારના જણાવ્યા અનુસાર, પોતાની એક મિત્રને તેણે મુશ્કેલી જણાવી, જેણે તેને સ્થાનીક Strip Club માં નોકરી કરવા માટેની સલાહ આપી હતી. પહેલા દિવસની કમાણીથી ક્રોસને લાગ્યું કે ઘોડાને બચાવવા માટે આ એકમાત્ર માર્ગ છે અને આ રીતે તેની એડલ્ટ ફિલ્મમાં ઇન્ટ્રી થઈ હતી. ક્રોસના જણાવ્યા અનુસાર, સ્ટ્રીપ ક્લબમાં એક કલાકના 8 ડોલર મળતા હતા, જે મારા માટે વધુ હતા. આ પૈસાથી હું ઘોડાની સારી સારવાર કરાવીશ.

20 વર્ષની ઉંમરમાં આશરે બે વર્ષ સુધી કાયડેન ક્રોસે નાઇટ ક્લબમાં કામ કર્યું અને તેની ગણના ટોપ ડાન્સર્સમાં થતી હતી. એક દિવસ ક્રોસ પર પોર્ન સ્ટાર એજન્સી મેટ્રિક્સ મોડલ્સના જોન સ્ટીવન્સની નજર પડી હતી. સ્ટીવન્સે ક્રોસને પૂછ્યુ હતું કે, શું તે પુરૂષોની પત્રિકા પેન્ટહાઉસના કવર પર આવવા ઈચ્છશે? ક્રોસે તેને હા પાડી અને તે 2008માં તેનો પ્રથમ કવર ફોટો પર આવ્યો હતો.

કેટલીક ફિલ્મો મેટ્રિક્સ મોડલની સાથે કર્યા બાદ ક્રોસે 2010માં બીજી એજન્સી જોઈન કરી હતી, જેને કારણે તે વધારે ફેમસ થઇ રહી હતી. પરંતુ તેના પોર્ન ફિલ્મોમાં કામ કરવાને કારણે તેના મિત્રો અને પરિવાર તેનાથી દૂર થઈ ગયા હતા. ત્યારબાદ ક્રોસે લગ્ન કરી લીધા અને તેને એક પુત્રી પણ છે. ફિલ્મોમાં કામ કરવાની સાથે તે અનેક ફિલ્મો ડાયરેક્ટ કરી ચુકી છે. તેનું જણાવ્યું છે કે, તે પોતાના ઘોડાની સારી સારવાર આ ઇન્ડસ્ટ્રીને કારણે જ કરાવી શકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *