રાજ્યમાં અવારનવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે.આ કિસ્સાઓ એવા હોય છે કે તેને જોઇને રુવાડા ઉભા થઇ જાય.તેવો જ એક કિસ્સો ઝારખંડ નો સામે આવ્યો છે.ઝારખંડના ગુમલામાં એક હૃદયદ્રાવક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કલયુગી દીકરાએ 2500 રૂપિયા ખાતર પિતાની દુ:ખદ હત્યા કરી હતી. આરોપી દીકરાએ તેના પિતાને કોદાળીના ધા જીકી મોતને ઘટ ઉતાર્યો હતો. તેને મારી નાખ્યા બાદ તે ભાગી જાય તે પહેલા ગ્રામજનોએ તેને પકડી લીધો હતો. ત્યારબાદ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
હત્યાની આ ઘટના ગુમલાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં ગિદ્રા ગામમાં વહેલી સવારે 4 વાગ્યે કલયુગીના પુત્રએ પોતાના જ પિતાને કોદાળી વડે કાપીને મોત આપ્યું હતું. ઘટનાની માહિતી મળતાં ગ્રામજનોએ આરોપી મહાદેવ ઓરાંવને પકડીને પોલીસને સોંપ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મહાદેવના પિતા બહુરા ઓરાંવે એક જમીન વેચી હતી. જેના બદલામાં તેને 5200 રૂપિયા મળ્યા. જેમાં પિતા-પુત્ર બંનેનો ભેગો ભાગ હતો. દીકરાને 2500 રૂપિયા મળવાના હતા. બુધવારે સવારે 4 વાગ્યે બહુરા ઓરાંવના એકમાત્ર પુત્ર મહાદેવ ઓરાંવ સાથે પૈસા બાબતે બોલા ચાલી થઇ હતી.
પુત્ર મહાદેવ આ વાતથી એટલો ગુસ્સે થયો કે,તેણે તેના પિતાને કોદાળી વડે માર્યો. ત્યારબાદ ગ્રામજનોએ આરોપી મહાદેવ ઓરાંવને પકડીને પોલીસને હવાલે કર્યો. સદર પોલીસ મથક ઘટનાસ્થળે જઈને બહુરાના મૃતદેહ લઈ તપાસ માટે મોકલી આપ્યો હતો. સ્થળ પર હાજર ગ્રામજનોએ જણાવ્યું કે, મહાદેવે નશાની હાલતમાં પિતાની હત્યા કરી હતી. હવે પોલીસની આ મામલે તપાસ હાથ ઘરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.