ત્રણ-ત્રણ ગોલ્ડ વિજેતા મહિલા ખેલાડીએ કર્યો દાવો- ‘શરીર સુખ માણવાથી વધે છે ત્રણ ગણી તાકાત, હું રમતા પહેલા…’

રશિયાની ઓલિમ્પિક ચેમ્પિયન અલ્લા એનાટોલીયેવના શિશકીના વિશ્વની ટોચની રમતવીરોમાંની એક છે અને તે શારીરક સુખ શારીરિક વ્યાયામનું સાધન પણ માને છે. એલાએ કહ્યું છે કે, તે રમતના મેદાનમાં પોતાનું પ્રદર્શન સુધારવા માટે મેચ પહેલા સેક્સ કરવાનું પસંદ કરે છે.

એલા ટોક્યો ઓલિમ્પિક 2020 માં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. એલા સિંક્રનાઇઝ્ડ સ્વિમિંગમાં ભાગ લેતી રહી છે અને અગાઉ 2016 રિયો ઓલિમ્પિક અને 2012 લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. એલાએ રશિયન ન્યૂઝ આઉટલેટ સ્પોર્ટ્સ એક્સપ્રેસ સાથે તેના ક્ષેત્ર પરના પ્રદર્શન વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું કે મને વિજ્ઞાન, સંશોધન અને ડોકટરોની સલાહ પર વિશ્વાસ છે અને તેથી જ મેં આ અંગે મારા ડોક્ટર ડેનિસ સાથે વાત કરી હતી. વૈજ્ઞાનિક સમુદાય માને છે કે, જો તમારે તમારી વ્યાવસાયિક રમતમાં ટૂંકા સમયમાં સંપૂર્ણ શક્તિ સાથે સતત પ્રદર્શન કરવું પડે તો શારીરક સુખ આ બાબતમાં આર્થિક સાબિત થઈ શકે છે.

તેણીએ આગળ કહ્યું કે, પરંતુ જો તમારે લાંબા અંતરની મુસાફરી કરવી હોય અને મેદાનમાં તમારું પ્રદર્શનમાં ઉતાર ચડાવ ભરેલું હોય તો હું કદાચ સેક્સને પ્રાધાન્ય આપીશ નહીં. જો કે મને લાગે છે કે, દરેક વ્યક્તિએ તેમના શરીર અનુસાર નિર્ણય લેવો જોઈએ અને જો તેઓ આરામદાયક હોય તો તેઓ તેમના ડોકટરોની સલાહ લીધા પછી આવી દિનચર્યાઓનું પાલન કરી શકે છે.

એલાએ કહ્યું હતું કે, સ્પર્ધા પહેલા ઓર્ગેઝમ વગર શારીરક સુખને કારણે સ્નાયુઓની મજબૂતાઈ વધી શકે છે. આ ઉપરાંત, ટેસ્ટોસ્ટેરોન કોઈપણ ખેલાડીની રમત આક્રમકતા માટે પણ મદદરૂપ છે. મોસ્કોમાં જન્મેલી એલાએ પહેલા રમતો, શારીરક સુખ અને ફિટનેસ વિશે પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. મળતી માહિતી અનુસાર, આ પહેલા ટીમ ઇન્ડિયાના મેન્ટલ હેલ્થ કોચ પેટ્રિક એન્થોની અપટન પણ તેમના એક પુસ્તકને કારણે જબરદસ્ત હેડલાઇન્સમાં આવ્યા હતા. પેટ્રિક વર્ષ 2008-2011 સુધી ટીમ ઇન્ડિયાનો ભાગ હતો અને તે વર્ષ 2011 માં જીતેલી વર્લ્ડ કપ ટ્રોફી ટીમનો પણ ભાગ હતો. તેમનો કાર્યકાળ વિશ્વકપ વિજય સાથે સમાપ્ત થયો હતો.

પેટ્રિકે પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે, મેચ પહેલા શારીરક સુખ કરવાથી પ્રદર્શન સુધારવામાં મદદ મળે છે. તેણે 2009 ની ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા નોંધો તૈયાર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, તે મેદાન પરના પ્રદર્શનમાં સકારાત્મક સુધારો દર્શાવે છે. જોકે પેટ્રિકના આ પુસ્તક અંગે ઘણો વિવાદ થયો હતો. પેટ્રિકની આ સલાહને કારણે ટીમ ઈન્ડિયાના કોચ ગેરી ક્રિસ્ટન ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને તેઓ પત્રકાર પરિષદ યોજીને આ પુસ્તકથી દૂર થઈ ગયા હતા. આ પછી, પેટ્રિકે ગેરીની માફી પણ માગી હતી. જોકે, પેટ્રિકે આઉટલુક ન્યૂઝ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, મેં ક્યારેય કોઈ ખેલાડીને આ સલાહનું પાલન કરવાનું કહ્યું નથી. હું માત્ર માહિતી વહેંચતો હતો. તેને બિનજરૂરી રીતે મીડિયામાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *