જમ્મુ -કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ રાજૌરીના થન્ના મંડી વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. જોકે, આ દરમિયાન ભારતીય સેનાના જવાન પણ શહીદ થયા હતા.
સેના, CRPF અને જમ્મુ -કાશ્મીર પોલીસ સંયુક્ત રીતે સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે અને હજુ પણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરુવારે એટલે કે આજે બપોરથી એન્કાઉન્ટર શરૂ થયું છે અને હજુ પણ વિસ્તારમાં 3-4 આતંકવાદીઓ છુપાયા હોવાની શક્યતા છે.
આતંકીઓના છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ પછી આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું, જેમાં સેનાનો એક JCO શહીદ થયો. આ પછી, સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને એક આતંકીને ઠાર કર્યો છે.
રાજૌરી જિલ્લાના થન્ના મંડી વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં એન્કાઉન્ટરની આ બીજી ઘટના છે. આ પહેલા 6 ઓગસ્ટના રોજ થન્ના મંડી વિસ્તારમાં સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.